બ્રેકીંગ ન્યુઝ

તાપી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક જિ.પં.પ્રમુખ સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઇ:

જિલ્લા પંચાયતનું અંદાજિત રૂપિયા ૯૩૪ કરોડનું બજેટ મંજુર કરતા જિ.પં.પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા:

તાપી જિલ્લા પંચાયતનું પ્રથમ પેપરલેસ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું.

તાપી, વ્યારા: તાપી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી. બેઠકમાં વર્ષ ૨૦૨૧-૨૨નું સુધારેલ અને ૨૦૨૨-૨૩ના વર્ષનું મુળ અંદાજ પત્ર મંજુર કરી, ૧૫માં નાણાપંચ અંતર્ગત વિવિધ યોજનકિય બાબતો, મનરેગાના લેબર બજેટની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.


આ બેઠકમાં તાપી જિલ્લાનું પ્રથમ પેપરલેસ અને ઓનલાઇન અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સભ્યોને પ્રોજેક્ટર, ડિસ્પ્લે બોર્ડના માધ્યમથી અને મોબાઇલમાં સોફ્ટ કોપી દ્વારા ઇ-બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનો જાગૃત બને અને દરેક જરૂરિયાતમંદ તેનો લાભ મેળવે તેવા પ્રયાસો કરવા પ્રમુખશ્રીએ ચૂટાંયેલા પ્રતિનિધિઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ સાથે ગ્રામ્ય સ્તરે લોકોને ખોટી રીતે હેરાન કરતા અને સરકારી યોજનાઓનો લાભ આપવામાં બેદરકારી દાખવતા સરકારી કર્મચારી કે એજન્સીના કર્મચારીઓ સામે કડક વલણ દાખવવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. તેમણે દરેક વ્યક્તિ હેરાનગતી વિના સરકારી લાભ મેળવે તે જોવા પણ  ખાસ અનુરોધ કર્યો હતો.


આ પ્રસંગે પ્રમુખશ્રી દ્વારા જિલ્લા પંચાયતના તમામ પદાધિકારીશ્રીઓને ઉપસ્થિતિમાં રૂપિયા ૯૩૪૧૦૦૨૨૫૬ નું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધી ગ્રામિણ રોજગાર બાંહેંધરી યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે તાપી જિલ્લાના સાત તાલુકાઓ તથા લાઇન ડિપાર્ટમેન્ટના કામોના આયોજન હેઠળ રૂપિયા ૧૦૭૨૫.૭૪ લાખનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. બજેટ અંતર્ગત તાપી જિલ્લામાં વર્ષ-૨૦૨૨-૨૩માં ૯૧૨૩ કામો દ્વારા કુલ-૨૭.૭ લાખ માનવદિન ઉત્પન્ન થશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ છેવાડેના જરૂરીયાતમંદ માનવીને સ્પર્શતી યોજનાઓના સઘન અમલીકરણ બાબતે કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. ઉપરાંત સરકારી કચેરીમાં વર્ગ-૧ અને ૨ના કર્મચારીઓની ઘટ અંગેના પ્રશ્ર અંગે વડી કચેરી ખાતે કરવામાં આવેલ કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. વધુમાં જિલ્લા પંચાયતના વહિવટને નક્કર અને સુદ્રઢ બનાવવાની બાબત પર ભાર મુકતા પદાધિકારી-અધિકારીઓના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

બેઠકમાં કારોબારી સમિતિ, ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિ, હળપતિ અને ભૂમિહિન ખેત મજુરોના બાંધકામ સમિતિઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તરફથી રજુ થયેલ પ્રશ્નો અને તે અંગે રજુ થયેલા જવાબોની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકનું સંચાલન નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયાએ કર્યું હતું.
આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ મોહન કોંકણી, બાંધકામ અધ્યક્ષ નીતિનભાઈ ગામીત, શિક્ષણ સમિતી અધ્યક્ષ સરીતાબેન વસાવા, સહિત જિલ્લા પંચાયતની તમામ સમિતિના અધ્યક્ષશ્રીઓ તથા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है