બ્રેકીંગ ન્યુઝ

તાપી જિલ્લામાં ગુ.પા.ની.બોર્ડની મંજૂરી વીના કોઇ પણ ઈંટનો ભઠ્ઠા સ્થાપિત કે ચલાવી શકશે નહિ: 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં ગુ.પા.ની.બોર્ડની મંજૂરી વીના કોઇ પણ ઈંટનો ભઠ્ઠા સ્થાપિત કે ચલાવી શકશે નહિ: 

……………..

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઈંટના ભઠ્ઠા સ્થાપનાર/ઉત્પાદન કરનાર માટે અને પ્રદૂષણ અટકાવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી:

વ્યારા-તાપી: ગાંધીનગર સ્થિત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઈંટના ભઠ્ઠા સ્થાપનાર/ઉત્પાદન કરનાર માટે અને પ્રદૂષણ અટકાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તાપી જિલ્લામાં ગુ.પા.ની.બોર્ડની મંજૂરી કન્શન્ટ ટૂ એસ્ટાબ્લિશ/કન્શન્ટ ટૂ ઓપરેટ (CTE/CCA) વગર કોઇ પણ ઈંટનો ભઠ્ઠા સ્થાપિત કે ચલાવી શકશે નહિ. પર્યાવરણના જુદા જુદા કાયદા મુજબ ભઠ્ઠામાં ઝેરી/જોખમી કેમિકેલ કચરો/અનધિકૃત બળતણનો વપરાશ કરી શકાશે નહીં. ઝેરી/જોખમી કેમિકેલ કચરો કોઈ પણ ખુલ્લી જગ્યા/ઈંટના ભઠ્ઠામાં પ્રાઇવેટ જગ્યામાં સંગ્રહ કરવો કે વેચાણ કરવુ, અનધિકૃત બળતણ/ઇંધણનો અનધિકૃત ઉપયોગ કરીને હવાપ્રદૂષણ કરી શકાશે નહિ. અધિકૃત ભઠ્ઠાની ડિઝાઇન ઝીગ-ઝાગ ઈંટ વ્યવસ્થાપન જેવું હોવું જોઈએ.Induced draft સાથે ફિક્સ ચીમની, હવા પ્રદુષણ અટકવાના સાધનો બેસાડવા તથા હવાની ગુણવતા માપવા માટેની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. મુખ્ય ઈંટ ભઠ્ઠાની આસપાસના તમામ ફરતા વિસ્તારને ઈંટોથી પાકો (paved) કરવો જોઈએ જેથી ઈંટ ભઠ્ઠાની કામગીરીમાંથી ધૂળનું ઉત્સર્જન ઓછું થાય. આ ઉપરાંત ઈંટના ભઠ્ઠાની આસપાસ ઝીણી ધૂળ એકઠી ન થાય અને સાઇટીંગ માર્ગદર્શિકાનો કડકપણે અમલ થાય તે સુનિશ્ચિત કરવા પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-નવસારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

જોવું રહયું કે બિલાડીનાં ટોપ ની માફક ફૂટી નીકળેલા તાપી જિલ્લામાં ઈંટના ભઠ્ઠા પર નિયંત્રણ લાગશે કે પછી પ્રદુષણ નાં નામે જીપીસીબી કોવિડ મહામારીમાં અમુક લોકોને મળતી રોજગારી છીનવી લેશે..? 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है