બ્રેકીંગ ન્યુઝ

તાપીમાં આદિવાસીની જમીન છીનવવા કાવતરુ કરાતા  આદિવાસીની લોસેન્જલસ કાઊન્ટી સુધી રજુઆત કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા દ્વારા તાપીમાં આદિવાસીની જમીન છીનવવા કાવતરુ કરાતા  આદિવાસીની લોસેન્જલસ કાઊન્ટી સુધી કરી રજુઆત:

તાપી જીલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામ ખાતે એક આદિવાસી પરિવાર બાપદાદાથી મહેનત મજુરી કરી જે જમીન ખેડતા હતા તે જમીનના મુળમાલિક વ્રુદ્ધ દાદીએ વિલથી ૧૯૯૨ માં આપી દીધેલ હતી. જે જમીન આપી દીધાના અંદાજે ૨૫ વર્ષ પછી વ્રુદ્ધ માતાના વારસદારો NRI બની પરત આવી જમીન પોતાની હોવાનો દાવો કરી કાયદાની આટાઘુટી માં આદિવાસી પરિવારને ફસાવી જમીન વિહોણા બનાવવાનું કાવતરુ કરી રહ્યા હોય તેવી લાગણી આદિવાસી પરિવાર માં ઉત્પન્ન થવા પામી છે.સમગ્ર મામલે NRI પરિવારે મામલતદાર સમક્ષ રજુ કરેલા દાવા માં લોસેન્જલસ USA ના મરણપત્ર રજુ કરી વિલ કરનાર વ્રુદ્ધ દાદી ૧૯૮૫ થી ૧૯૯૩ સુધી વિદેશ માં હતા તેવો દાવો કરવામાં આવ્યો.

સમગ્ર મામલે નવાઈ પમાડે તેવી રીતે તલાટી દ્રારા પોતાની પંચાયતની સત્તા બહાર લોસેન્જલસ ના મરણપત્રની ખપ પુરતી નકલ તૈયાર કરવામાં આવી અને તેને મામલતદારે સ્વીકારી લીધી હોવાનું જણાય આવે છે. સમગ્ર બાબતે વ્રુદ્ધ દાદી ના વિઝા, પાસપોર્ટ પુરાવાઓમાં નહી જણાતા આદિવાસી પરિવાર ને વર્ષોથી બાપદાદાની જમીન જે અંદાજે ૫૦ વર્ષ થી ખેડે છે તે ગુમાવવાનો વારો આવે તેમ જીલ્લાના એક પ્રતિષ્ઠિત વકીલો દ્રારા પણ આદિવાસી પરિવાર ની વિરુદ્ધ ચુકાદો આવે તેમ અપૂરતી દલીલો રજુ કરી અમાનવીય ભુમિકા માં જોવા મળ્યા હવે પરિવાર દ્રારા સમગ્ર મામલે કાયદેસર તપાસ થાય તેમજ વ્રુદ્ધ દાદી જેઓ કપુરા મુકામે રહેતા અને મરણ પામેલ તેવી ગ્રામજનો માં પણ ચર્ચા છે ત્યારે તેમના વારસ બની આવેલા NRI જે જમીનમાં નામ દાખલ કરી બોજા પડાવી આદિવાસીને જમીન વિહોણા બનાવવાનુ કાવતરુ કરી રહ્યાનું જણાતા આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાની મદદ થી છેક લોસેન્જલસ સુધી કાઊન્ટી પ્રશાનને રજુઆત કરી તલાટીએ કરેલ ખપ પુરતી નકલ તૈયાર કરેલ મરણ પ્રમાણપત્ર ની ખરાઈ કરાવવા રજુઆતો કરી છે.

આદિવાસી પરિવારને જમીન વિહોણા બનાવવાના આ આંતરરાષ્ટ્રીય પુરાવાઓ સાચા છે કે ખોટા તે બાબતે જીલ્લા પોલીસ , તેમજ કલેક્ટર સમક્ષ પણ તપાસ કરવા બાબતે આદિવાસી પરિવાર આવનાર દિવસોમાં રજુઆત કરશે.સમગ્ર મામલે હવે જીલ્લા પ્રશાશન કેવી રીતે કાર્ય કરે છે તે જોવુ રહ્યુ આદિવાસી પરિવારની શંકા સાચી પડે તો અનેક અધિકારીઓ , વકીલોની સંડોવણી બહાર આવી શકે છે.આદિવાસી પરિવાર ને જીલ્લા પ્રશાશનની સાથો સાથ લોસેન્જલસ સ્ટેટ કાઊન્ટી જ્યા કાયદો વ્યવસ્થા મજબુત હોય ખોટા પુરાવા તૈયાર કરવામાં આવ્યા હશે તો કાવતરાખોરો સામે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ બદલ કાર્યવાહી થવાની પુરેપુરી શક્યતઓ વર્તમાનમાં દેખાય રહી છે.ભોળા આદિવાસીઓ ની જમીન પચાવી પાડનારાઓ સામે છેક લોસેન્જલસ સુધી આદિવાસી પરિવાર દ્રારા થયેલ રજુઆત જમીન માફિયાઓ અને પ્રશાશનની આંખ ખોલવનારો આ કિસ્સો છે જે બતાવે છે કે ભોળી આદિવાસી પ્રજા હવે એટલી ભોળી રહી નથી કે જે યોગ્ય રજુઆત નહી કરી શકે ન્યાય માટે લડી ના શકે.

હવે જોવા તે રહ્યુ કે આવનાર દિવસોમાં સમગ્ર પ્રકરણમાં શુ કાર્યવાહી થશે.

રોમેલ સુતરિયા (અધ્યક્ષ: AKSM)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है