બ્રેકીંગ ન્યુઝ

ડોલવણ ખાતે “મીડિયામાં ન્યુઝ કેમ ચલાવો છો? ‘કહી પત્રકાર પર જાનલેવા હુમલો: ફરિયાદ દાખલ કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

          ડોલવણમાં ઈલેક્ટ્રીક મીડિયામાં ન્યુઝ કેમ ચલાવો છો કહી પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો: 

ડોલવણ ખાતે ગેરકાયદેસર બાંધકામની માહિતી માંગી છે અને ડોલવણ ગ્રામ પંચાયત ના વિરોધમાં ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતાં એટલે અદાવત રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું વિકાસ શાહનું અનુમાન…

ચોથી જાગીરી ગણાતા પત્રકાર પોતાનાં જીવના જોખમે ભ્રસ્ટાચાર અને ચાલતાં ગેરકાયદેસર કામો ઉજાગર કરતાં હોય છે,  અને ખણ ખોજ કરી લોકો સમક્ષ સમાચારો લાવતા હોય તેવાં સંજોગોમાં પત્રકારો ની સુરક્ષા અને જાહેર જીવનમાં ધાક ધમકીઓ આપવી અને હુમલાઓ થવા એ નિંદનીય છે, પત્રકારો એકતા અને સંગઠનમાં રહે તે આ સમયે જરૂરી થઈ પડ્યું છે, 

આ ઘટના બાબતે વિકાસ શાહે જણાવ્યું હતું કે કોઈક રાજપુત નામના ઈસમના ગેરકાયદેસર બાંધકામની માહિતી મેળવવા માટે માહિતી અધિકાર હેઠળ ગ્રામ પંચાયત કચેરીમાં માહિતી માંગી હતી તેને ધ્યાને રાખી મારા ઉપર હુમલો થયો છે. 

ડોલવણ: પ્રાપ્ત માહિતી મુજબ તાપી જીલ્લાના વાલોડ તાલુકાના રહેવાસી અને SS 24 ન્યુઝ માં તાપી જિલ્લા બ્યૂરો ચીફ,  પત્રકાર તરીકે ફરજ બજાવે છે,  વિકાસ ભરતભાઈ શાહ જેઓ આજરોજ તેમની મોટરસાઇકલ ઉપર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 26 B 6979 ઉપર ડોલવણ મામલતદાર કચેરીથી માહિતી લેવા માટે આવેલ હતા અને ત્યારબાદ ત્યાંથી માહિતી લઈ પરત કામ અર્થે વ્યારા ખાતે જવા નીકળેલ તે વખતે બપોરના એક વાગ્યાના અરસામાં તાલુકા પંચાયત કચેરીથી થોડે આગળ રસ્તામાં મોટર સાયકલ સામે ડોલવણનાં માથાભારે ઇસમ સુધીરભાઈ ચૌધરી દોડી આવેલ અને મોટરસાઈકલ ઊભી રખાવી હતી, તે વખતે સુધીર કહેવા લાગેલ કે ડોલવણ તાલુકાનું ઇલેક્ટ્રોનિક મીડિયામાં કેમ દિવસે ચલાવો છો, તમે અહીંયાથી જતા રહો તેમ કહી નાલાયક ગાળો આપવા લાગેલ અને ગાળો આપવા કહેતા સુધીરભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડાનો ઠંડો લઈ દોડી આવેલ અને લાકડીના ડંડા મારવાની શરૂઆત કરેલ જેમાં માથામાં હેલ્મેટમાં પ્રથમ વાગેલ અને ત્યારબાદ લાકડાના ડંડા થી મારવા જતા  સામાન્ય ઈજાઓ થઈ હતી,

પત્રકાર વિકાસભાઈ એ વધુ મારશે તેવું લાગતા ત્યાંથી દોડી તાલુકા પંચાયત કચેરી જતા રહ્યા હતા તે વખતે સુધીરે જણાવ્યું હતું કે આજે તો બચી ગયા છો બીજી વાર મળશે તો તમને જાનથી મારી નાખીશ અને ત્યાંથી ધમકી આપી જતો રહ્યો હતો, આ બનાવ બાબતે પત્રકારે તાપી કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરેલ, ત્યાંથી પોલીસ આવતા પોલીસ સ્ટેશને પત્રકારે સુધીર માધુભાઈ ચૌધરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે, જોવું રહયું હવે પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, પત્રકાર ને જલ્દી ન્યાય મળે તે જરૂરી. 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है