બ્રેકીંગ ન્યુઝ

ડેડીયાપાડાના ગારદામાં દીપડાએ ગાયને ફાડી ખાધી, લોકોમાં ફફડાટ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા

ડેડીયાપાડાના ગારદામાં દીપડાએ ગાયને ફાડી ખાધી, લોકોમાં ફફડાટ: 

ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે રહેતા દેવજીભાઈ કલિદાસભાઈ વસાવા કે જેઓ ખેતીવાડી સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. તેઓ પોતાના ઘરથી સાથે જ આવેલા ભાગે પશુઓને બાંધી રાત્રે સૂઈ ગયા હતાં. મધ્યરાત્રિ બાદ હિંસક દીપડો ઘરની બાજુનાં ભાગે ત્રાટકયો હતો અને દોરડે બાંધેલી ૫ વર્ષની દેશીલાલ ગાયને ગળાના ભાગે પકડી હુમલો કરી ફાડી ખાધી હતી. ત્યારબાદ મળસકે દીપડો પલાયન થઈ ગયો હતો. મળસકે સાડાચાર થી પાંચ વાગ્યાના અરસામાં ઘર માલિકે ગાયને જોતા તેમના પણ હોસ ઉડી ગયા હતાં.

આજુબાજુમાં જાણ થતાં લોકટોળું ઉમટી પડયું હતું. અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. આ અંગે વનવિભાગને જાણ કરતાં જ જવાબદાર અધિકારીઓ પણ ઘટના સ્થળે જઈ નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ખેડૂતને જરૂરી સહાય આપવાની ખાતરી આપી હતી. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા પાંજરુ મુકવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है