
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: દિનકર બંગાળ, વધઈ
ડાંગ જિલ્લાનાં ધૂળચોંડ કોઝવે પાસે બોલેરો ચાલકે રસ્તાની સાઈટ પર ચાલતાં જતાં સ્થાનિક મહિલાને ટક્કર મારતાં ઇજાગ્રસ્ત:
ડાંગ જિલ્લાનાં ધૂળચોંડ કોઝવે પાસે અવાર-નવાર અકસ્માતો થતા હોય છે. ત્યારે આહવા-વઘઇ માર્ગ સ્થિત ધૂળચોંડ કોઝવે પાસે અજાણ્યા બોલેરો ચાલકે રાહદારી મહિલાને અડફેટમાં લીધી હતી. જેમા મહિલાને શરીરે ઈજાઓ પહોંચી હતી.
આહવા-વઘઇ માર્ગ સ્થિત આવેલ ધૂળચોંડ કોઝવે પાસે આહવા તરફથી આવતા બોલેરો ગાડી (નં. GJ-10-DE-6279)ના ચાલકે પૂર ઝડપે હંકારી લાવતા સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં ચાલતી મહિલા વનુબેન સનતભાઈ કુળુ (રહે.અમસરવળન તા.વઘઇ, જિ.ડાંગ) ને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં મહિલાને શરીરે ઇજા પહોંચી હતી. ઘટના સ્થળે તાત્કાલિક મદદ માટે સ્થાનિકો દોડી આવ્યા હતા.
જે બાદ આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી વનુબેનને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.