ક્રાઈમબ્રેકીંગ ન્યુઝ

ગ્રામ્ય વિસ્તારના ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને પકડી પાડતી વ્યારા પોલીસ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

ગ્રામ્ય વિસ્તારના ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને પકડી પાડતી વ્યારા પોલીસ: 

પાછલાં ત્રણ મહિનાઓ થી વ્યારા તાલુકાના પૂર્વ ગ્રામ્ય વિસ્તારો મા રવિવારે જ થતાં ચોરી ના અનેક બનાવોએ આમ જનતાની ઊંઘ ઉડાવી ધીધી હતી, બનતી ઘટનાઓ દ્વારા તાપી પોલીસ તરત હરકતમા આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ રવિવારે દેવળ મા પ્રાર્થના અને ભક્તિ કરવા જતાં હોય ત્રણ થી ચાર કલાક નો એ  એકાંત સમય નો લાભ લઈ બંધ ઘરોમા ચોરી કરનાર ઘરફોડ કરી જતાં હતાં, આ બાબતે તાપી પોલીસ વધુ સતર્ક બની પેટ્રોલિંગ વધારી ધીધુ હતું, 

મે. અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી તાપી તથા નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ નાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.સી.ગોહિલ વ્યારા પો.સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ વ્યારા પો.સ્ટે 4 પાર્ટન ૨૧૮૨૪૦૦૬૨૨૦૧૪૮ ૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૪૫૪,૩૮૦/ મુજબના કામે તારીખ ૩૦/૦૧/૨૦૨૨ન મોજ કરંજવેલ ગામે ખખડીયા ફળીયામાં રહેતા મોતીરામભાઇ નાનાભાઇ ગામીત તથા સાહેદ વિજયભાઇ મગનભાઇ ગામીત નાઓના બંધ મકાનમાં કોઇ ચોર ઇસમે મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાનુ મંગળસુત્ર નગ ૦૧ કિ.રૂપિયા ૧૫,૦૦૦/- તથા સોનાનું લોકેટ કિ.રૂપિયા ૫,૦૦૦/- તથા સોનાની વીટી નંગ ૦૧ કિ.રૂપિયા ૨૦૦૦/- તથા રોકડા રૂપિયા ૩૫૦૦/- તથા આપ કાર્ડ તથા એ.ટી.એમ કાર્ડ ચોરી કરેલ તથા મોતીરામભાઇના ઘર ની બાજુમાં રહેતા સાહેદ વિજયભાઇ મગનભાઇ ગામીતના ઘરની દિવાલ કુદી ઘરમાં પ્રવેશ કરી શોકેશમાં મુકેલ રોકડા રૂપિયા ૩૨,૦૦૦/- તથા ચાંદીના સાંકળા 1 જોડી કિ.રૂપિયા ૨૦૦૦/- તથા ત્રણ બેંક પાસબુક કિ.રૂપિયા ૦૦/૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૫૯,૫૦૦/- નો મુદામાલ ચોરી કરી નાસી ગયેલ,

તા.૧૮/૦૪/૨૦૨૨ના રોજ વ્યારા પોલીસને ચોક્કસ અને પાકી બાતમી હકીકત મળેલ કે કરંજવેલ ગામે થયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોનાના ઘરેણા વેચાણ કરવા માટે સ્પલેન્ડર મોટર સાઇકલ નબર- GJ-05-AP-1341 ઉપર એક ઇસમ ડોલારા થી વ્યારા તરફ આવે છે. તેવી બાતમી આધારે સરૈયા ચોકડી પાસે હે.કો નવરાજસિંહ જોરસિંહ તથા એ.એસ.આઇ ભીખુભાઈ ગંગાભાઇ તથા પો.કો. પ્રકાશભાઇ અરવિંદભાઇ તથા પો.કો કલ્પેશભાઇ જરસીંગભાઇ નાઓ વોચમાં ઉભા હતા તે દરમ્યાન બાતમી મુજબ હીરો હોન્ડા સપ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-05-AP-1341 પર મહેશભાઇ ઉર્ફે લાજરસ ઉર્ફે વિવેક મધુભાઇ વસાવા ઉ.વ-૨૬ હાલ રહે-ગારવણ ડુંગરી ફળીયુ તા-ડોલવણ તાપી મુળ રહે-કાકરપાડા ડુંગરી ફળીયુ તા-સાગબારા જી-નર્મદા નાને પકડી પાડી તેના કબજાની બેગ જોતા બેગમાં (૧) સોનાની વીટી જેનુ વજન- ૧ ગ્રામ કિંમત રૂપિયા-૪૦૦૦/- તથા (૨) સોનાનું લોકેટ (પેડલ) જેનુ વજન-૧,૪૦૦ મીલીગ્રામ કિમત રૂપિયા-૫૦૦૦/- તથા (3) રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૪૪ રોકડ રૂપિયા-રર,૦૦૦/- તથા (૦૪) આધાર કાર્ડ તથા એ.ટી.એમ કાર્ડ ચોરીનો મુદ્દામાલ તથા મોબાઇલ ફોન ૦૧ તથા મો.સા નં ૦૧ મળી કુલ કિંમત રૂપિયા ૪૯,૫૦૦/- સાથે પકડી પાડી ગુનો ડિરેકટ કરવામાં આવેલ છે.

વધુમાં અન્ય જગ્યાએ થયેલી ચોરી જેમકે કરંજવેલ સહીત છીંડીયા, ધમોડી, ઝાંખરી, મેઘપુર, કાટકુઇ નો ભેદ અકબંધ રહયો છે, આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है