દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની સેન્ટ્રલ નર્સરી અને ઇકો ટુરીઝમ ખાતે ટોળાંનો આતંક;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા તાલુકાનાં કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકો ટુરીઝમ ખાતે ટોળાંએ આતંક મચાવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં આગોતરૂ કાવતરૂ ઘડી મારક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર રીતે મંડળી બનાવી કુનબાર ગામની ફોરેસ્ટ રક્ષિત સેંટ્રલ નર્સરીમાં ગુનાહીત પ્રવેસ કરી નર્સરીના ફુલ છોડ તથા વૃક્ષોને કાપી નાંખી નુકસાન કરેલ તથા સરકારી ટેન્ટ તથા તેના દરવાજા અને સીક્યુરીટી કેબીનના દરવાજા અને કાંચ તથા સરકારી બાકડાઓને તાડફોડ કરી આશરે રૂપીયા ૬૦,૦૦૦/- જેટલુ નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ફરીયાદી મગનભાઇ કેસુરભાઇ વસાવા (ઉ.વ ૫૧, ધંધો. નોકરી, રહે. હાલ ફોરેસ્ટ કોલોની, લીમડા ચોક , દેડીયાપાડા , મુળ.રહે. સોલીયા, તા.દેડીયાપાડા, જી નર્મદા)એ આરોપીઓ (૧) અમરસીંગભાઇ નવાભાઇ વસાવા (૨) હરીસીંગભાઇ નવાભાઇ વસાવા (૩) જગદીશભાઇ જયંતિભાઇ વસાવા (૪) સંજયભાઇ સોમાભાઇ વસાવા (૫) પારસીંગભાઇ નવીયાભાઇ વસાવા (૬) ઘનશ્યામભાઈ વેસ્તાભાઇ વસાવા (૭) દિનેશભાઇ અમરસીંગભાઇ વસાવા (૮) અર્જુનભાઇ રમણભાઇ વસાવા (૯) મંગુભાઇ બામણીયાભાઇ વસાવા (૧૦) ગણપતભાઇ પારસીંગભાઇ વસાવા (૧૧) વિરસીંગભાઇ નવીયાભાઇ વસાવા (૧૨) રાજેન્દ્રભાઇ અમરાસીંગભાઇ વસાવા (૧૩) ખાનસીંગભાઇ દામજીભાઇ વસાવા તમામ રહે. કુનબાર , તા.દેડીયાપાડા, જી.નર્મદા તથા બીજા પંદરેક માણસો મળી આશરે ૨૫ થી ૩૦ જેટલા માણસોનું ટોળુ તમામ આરોપીઓ (રહે કુનબાર તા.દેડીયાપાડા જી નર્મદા)સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદની વિગત અનુસાર તમામ આરોપીઓ કુનબાર ગામના રહેવાસી હોઈ અને તેઓએ જંગલ ખાતાની આરક્ષીત જમીન ખેડાણ કરવા આપો તેમ કહી જંગલ ખાતાની અધિકૃત જમીન મેળવવા સારૂ આરોપીઓએ કુનબાર ગામના પોલીસ પટેલના ઘરે ભેગા થઇ ગુનો કરવા માટેનું આગોતરૂ કાવતરૂ ઘડી મારક હથીયારો ધારણ કરી ગેરકાયદેસર રીતે મંડળી બનાવી કુનબાર ગામની ફોરેસ્ટ રક્ષીત સેંટ્રલ નર્સરીમાં ગુનાહીત પ્રવેસ કરી નર્સરીના ફૂલ છોડ તથા વૃક્ષોને કાપી નાખી નુકસાન કરી તથા સરકારી ટેન્ટ તથા તેના દરવાજા અને સીક્યુરીટી કેબીનના દરવાજા અને કાંચ તથા સરકારી બાકડાઓ ને તાડફોડ કરી આસરે રૂપીયા ૬૦,૦૦૦/- જેટલુ નુકસાન કરી ફરીયાદી તથા સાહેદોને માર મારી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી
જીલ્લા મેજિસ્ટ્રેના હથીયાર બંધી તથા કોવીડ ૧૯ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા વન અધિનીયમ ૧૯૨૭ ની કલમ ૨૬(૧),એ,ડી, એફ, તથા જાહેર મિલ્કતને નુકસાન થતું અટકાવવા બાબતેનો અધિનીયમ ૧૯૮૪ ની કલમ ૩ મુજબ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૫૧ બી તથા જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી ડેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है