બ્રેકીંગ ન્યુઝ

કન્ટ્રક્શન સાઇડો ઉપરથી લોખંડના સળીયાની ચોરી કરતી ગેંગને રૂ. ૩.૯૧ લાખના મુદ્દામાલ પકડી પાડતી LCB તાપી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર   વ્યારા શહેરના કન્ટ્રક્શન સાઇડો ઉપરથી લોખંડના સળીયાની ચોરી કરતી ગેંગને રૂ. ૩.૯૧ લાખના મુદ્દામાલ સાથે ૭ ઈશમો ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી:

આજરોજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ  તાપીનાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 

તાપી: અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓ દ્વારા શરીર/મિલકત સંબંધિત તેમજ વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને આજરોજ પો.ઈન્સ. આર. એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી.વાય.એસ.શિરસાઠ, પો.સ.ઇ. લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારા તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. ચેતનભાઇ ગજાભાઇ બ.નં. ૩૬૯ તથા પો.કો. રોનક સ્ટીવન બ.નં-૩૬૫ નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે ” કેટલાક ઇસમો વ્યારા કાનપુરાના તોરણ વિલા સોસાયટીની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ચોરીના લોખંડના સળીયા ભરી સગેવગે કરવાની તૈયારી કરે છે.” જે બાતમી હકિકત આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા એક સફેદ કલરની મહીન્દા કંપનીની સુપ્રો મેક્સી (ટેમ્પો) નં.- GJ- 26-8726માં લોખંડના સળીયાની ભારીઓ ભરેલ હોય તેમજ ગાડીના બાજુમાં પણ લોખંડના સળીયાની ભારીઓ તથા છુટા લોખંડના સળીયાઓ પડેલ હોય અને સ્થળ પર સાત ઇસમો હાજર હોય તે તમામ ઇસમો તથા મહીન્દ્રા કંપનીની સુપ્રો મેક્સી (ટેમ્પો) નં.- GJ- 26- 8726ને આયોજન પુર્વક કોર્ડન કરી લઇ ગાડીમાં ભરેલ તથા સુપ્રો મેક્સી ગાડીની બાજુમાં પડેલ લોખંડના સળીયા બાબતે તમામ ઇસમોની પુછપરછ કરતા તેઓ લોખંડના સળીયાની માલિકી બાબતે કોઇ ખરીદી બીલ કે દસ્તાવેજી પુરાવા રજુ કરતા ન હોય જે શંકાસ્પદ જણાતા સ્થળ પર હાજર મળી આવેલ આરોપીઓ- (૧) સચીન જ્ઞાનેશ્વર કોળી, ઉ.વ.૨૨, રહે.તાડકુવા, બાવળી, ફળીયુ, તા.વ્યારા જી.તાપી (૨) વિપુલભાઇ કાળીદાસભાઇ ગામીત ઉ.વ.૩૦ રહે.માંડળ નિશાળ ફળીયુ પોસ્ટ. કિકાકુઇ તા.સોનગઢ જી.તાપી (3) પ્રજ્ઞેશભાઇ દિલીપભાઇ ગામીત, ઉ.વ.૨૩, રહે. તાડકુવાગામ, ડુંગરીફળીયા, તા.વ્યારા, જી.તાપી (૪) હિતેશભાઇ રમેશભાઇ પંચાલ, ઉ.વ.૨૪, નવી વસાહત, ગણેશ મંદિર પાસે, વ્યારા, તા.વ્યારા, જી.તાપી (૫) પ્રિયમભાઇ ભરતભાઇ ગામીત, ઉ.વ૬.૧૯, રહે. કુંભારવાડ, ડી.કે.પાર્ક સોસાયટીની સામે, વ્યારા, તા.વ્યારા, જી.તાપી (૬) રવિભાઇ વિજયભાઇ ચૌધરી, ઉ.વ.૧૮, રહે. માલીવાડ, ટેકરાપર, વ્યારા, તા.વ્યારા, જી.તાપી તથા (૭) ધર્મેશભાઇ વિજયભાઇ તીવારી, ઉ.વ.૧૯, રહે. વીલોસીટીની સામે, સ્મશાન પાસે, વ્યારા, તા.વ્યારા, જી.તાપી નાઓની આગવી ડભે પુછપરછ કરતા ઘ્વારા શહેરની આજુબાજુમાં આવેલ ડીમ હાઉસ પ્રોજેક્ટ, શાસ્ત્રીનગર, તથાથુ. પ્રમુખ  સ્વામી પાર્ક, વિગેરે કન્ટ્રક્શન સાઇડો પરથી સળીયાનો જથ્થો ચોરી લાવી ઝાડી ઝાખરામાં સંતાડી રાખી ચોરીના સળીયાનો જથ્થો કોઇ ગ્રાહક મળે તો તેને વેચવા અથવા તો અન્ય કોઇ અવાવરૂ જગ્યાએ સંતાડી રાખવા સારૂ ટેમ્પો ભરી લઇ જવાની તૈયારી કરતા હોવાની કબુલાત કરતા હોય કુલ્લે આશરે ૧૯૦૦ કિ.ગ્રા. ૨૧ કિ.ગ્રા. લોખંડના સળીયાના આશરે રૂ ૭૦/- લેખે કુલ્લે કિ.રૂ. ૧,૩૩,૦૦૦; ના મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, અને તમામ મુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ જે કરી, તમામ આરોપીઓ વિરૂધ્ધ crpc. કલમ ૪૧(૧) ડી મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કબજે કરેલ મુદામાલ:

એક સફેદ કલરની મહીન્દ્રા કંપનીનીનો સુપ્રો મેક્સી (ટેમ્પો) નં-GJ-26-7-8726 જેની આશરે કિં. ૨,૫૦,૦૦૦/ તથા સદર ગાડીમાં ભરેલ ૮ એમ.એમ. લોખંડના સળીયાની ૧૧ ભારી જેનું આશરે ૭૦૦ કિ.ગ્રા. તથા ગાડીની બાજુમાં જમીન પર પડેલ ૮ એમ.એમ., ૧૨ એમ.એમ. તથા ૧૬ એમ.એમના લોખંડના સળીયાની ભારીઓ તથા છુટા સળીયા જેનું આશરે વજન ૧૨૦૦ કિ.ગ્રા. મળી કુલ્લે આશરે ૧૯૦૦ કિ.ગ્રા. જે ૧ કિ.ગ્રા. લોખંડના સળીયાના આશરે રૂ. ૭૦/- લેખે કુલ્લે કિ.રૂ. ૧,૩૩,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૫, આશરે કુલ્લે કિ.રૂ. ૮,૦૦૦/- મળી કુલ કિ. ૩,૯૧,૦૦૦/- નો મુદ્દામાલ.

શોધાયેલ ગુના:

વ્યારા પોસ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૨૦૪૪૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ (ર) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૨૦૪૪૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ, (૩) વ્યારા પી.સ્ટે, પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૨૦૪૪૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ અને (૪) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૨૦૪૫૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.

ગુન્હો કરવાનો એમ.ઓ.:

કન્ટ્રક્શન સાઇડો પરથી સળીયાના જથ્થાની ચોરી ગુનાહીત ઇતિહાસ આરોપી નં(૩) પ્રજ્ઞેશભાઇ દિલીપભાઇ ગામીત કાકરાપાર | ગુ.ર.નં- ૧૧૮૧૪૦૦૩૨૦૦૪૩૩/૨૦૨૦
ઇ.પી.કો. કલમ- ૩૯૫, ૪૨૭ મુજબ તથા પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ છે. (૭) ધર્મેશભાઇ વિજયભાઇ તીવારી- (૧) વ્યારા- II ગુ.ર.નં. ૭૧૩/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એઇ, ૯૮(૨) મુજબ (૨) વ્યારા- II ગુ.ર.નં. ૩૩૭/૨૦૧૯ પ્રોહી એકટ કલમ- ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है