બ્રેકીંગ ન્યુઝ

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલશ્રી ને આવેદનપત્ર મોકલી આપવામાં આવ્યું:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ,  કરૂણેશભાઈ

ઉંમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહામહિમ રાજયપાલ શ્રી ને સંબોધીને એક આવેદનપત્ર ઉમરાપડા તાલુકા મામતદાર શ્રી ને સુપ્રત કરવામાં આવ્યું.

ગુજરાતમાં થયેલ બહુચર્ચિત લઠાકાંડ બાબતે રાજય સરકારના ગૃહ મંત્રીશ્રી ના રાજીનામાં ની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે,

ગુજરાત સરકારની દારૂબંધીની સ્વઘોષિત રાષ્ટ્રીય ઉપલબ્ધિનાં લિરે લીરા ઉડાડતી જે ઘટના ગત રોજ ગુજરાતમાં બની છે તે સ્પષ્ટ દર્શાવે છે કે સરકાર અને પોલીસ તંત્રની ભાગીદારી માસૂમ લોકોના જીવ સાથે સોદાબાજી માટે જવાબદાર છે. દારૂબંધી શબ્દ માત્ર કાગળ ઉપર હોય અને ગુજરાતની ભાજપા સરકાર આવા અવૈધ ધંધામાંથી કમિશન ખાતી હોય તે હવે જગજાહેર થઈ ગયું છે. આવા સમયે રાજ્યના ગ્રહમંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે એવી અમારી અને તમામ ગુજરાતની જનતાની માંગ છે. 

આ પ્રસંગે ઉંમરપાડા તાલુકા પ્રમખશ્રી હરીશભાઈ વસાવા, એ.આઈ.સી.સી. સેક્રેટરી બી. સંદીપ, પ્રભારી સોહનજી, પ્રભારી યુનુસભાઈ, જીલ્લા પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, મહામંત્રી હિતેશભાઈ પટેલ , મહિલા મોરચા પ્રમુખ શ્રી પ્રિયંકા બેન, રમણભાઈ ચૌધરી, શામજીભાઈ, નટવરસિંહ, સહબુદ્દીન ભાઈ, અશોક, ભૂપે્દ્ર, સુભાષ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है