બ્રેકીંગ ન્યુઝ

આમ આદમી પાર્ટી ડાંગ જીલ્લા દ્વારા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને આવેદનપત્ર સુપ્રત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

આજ રોજ તારીખ 1/4/2022 ના રોજ આમ આદમી પાર્ટી ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ ઘ્વારા નર્મદા જીલ્લા ના કેવડિયા ખાતે નિલેશ દુબે નામના આધિકારી એ આદિવાસી સમાજ ની લાગણી દુભાય તેવા શબ્દ નો પ્રયોગ કરવામાં આવીયો છે તો તેના વિરોધ માં ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબ મારફતે ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ શ્રી મહામહિમ આચાર્ય દેવવ્રતજી ને આવેદન પત્ર આપી આદિવાસી સમાજ ને સમર્થન છે.

મહામહિમ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રીને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, 

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીનો આદિવાસી સમાજની લાગણી દુભાય તેવા શબ્દ નો પ્રયોગ કરતા અધિકારી સામે કાયદાકીય પગલા ભરવા અને સસ્પેન્ડ કરવા બાબત.

કેવડીયા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા વધુ એક વાર વિવાદમાં આવે તેવી ઘટનાનો ઓડિયો ક્લિપ વાયુવેગે સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ રહી હોવાનું ધ્યાને આવેલ છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી અને CISF ના કર્મચારી વચ્ચે થયેલ વાતચીતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ ઓડિયોમાં આદિવાસી સમાજની લાગણી દુભાય તેવી ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સંભળાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી દ્વારા કહેવામાં આવી રહ્યુ છે કે *“ યે આદિવાસી લોગ હૈ, જિન્કો ખાના નહીં મિલતા થા, ચડ્ડી પહેનકે રોડ પે ઘુમતે થે ઔર જડીબુટ્ટી ખાતે થેં”* જેવા ખુબ જ અપમાનિત શબ્દો બોલીને આદિવાસી સમાજની મજાક બનાવતો ઓડિયો સામે આવ્યો છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જાતિવાદ પેદા થયો હોય તેમ જણાઈ આવે છે. અગાઉ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વારંવાર ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આજ રોજ વધુ એક વાર ઉચ્ચ અધિકારી દ્વારા જાતિવાદ ફેલાવતા હોવાનું સામે આવ્યું છે.

પ્રધાનમંત્રી સાહેબશ્રી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસીઓને રોજગારી આપવા માટેનો એક પ્રોજેકટ છે તેમ જણાવતાં હોય ત્યારે આવા નાત-જાતની વાતો કરતાં અધિકારીને હવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી મૂકી દેવામાં આવે ત્યારે રોજગારી તો દૂરની વાત પરંતુ સ્થાનિકોને અન્યાય સિવાય કંઇ મળે તેમ નથી. જ્યારે નર્મદા જીલ્લો સંપૂર્ણ ટ્રાઈબલ વિસ્તાર હોવા છતાં બહારથી આવેલા અધિકારીઓ નર્મદા જિલ્લામાં આ પ્રમાણેનું વર્તન કરતાં હોય તો અન્ય વિસ્તારમાં આદિવાસીઓ સુરક્ષિત છે કે કેમ? તે એક પ્રશ્ન ઉભો થયો છે. બીજીવાર કોઈ અધિકારી આવી નાત-જાતની વાતો ન કરે તે હેતુથી આવા અધિકારીને કડકમાં કડક સજા થાય અને નોકરી માંથી સસ્પેન્ડ કરવા આમ આદમી પાર્ટી ડાંગ માંગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है