મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની યોજાઈ બેઠક:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની યોજાઈ બેઠક:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લા પંચાયત કચેરી ખાતે સભા ખંડમાં ડાગના જિલ્લા પ્રમુખ રાજેશભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને આજરોજ સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ, ઉપપ્રમુખ ઉષાબેન પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકમાં ગત મિટીંગની કાર્યવાહી નોંધને બહાલી, તેમજ ગત સભાની કાર્યવાહીના નોંધની થયેલ નિર્ણયની અમલવારી, ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહી નોંધને બહાલી, ૧૬ મું નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષા ૧૦ ગ્રાંન્ટનું વર્ષ ૨૦૨૬-૨૭ નું આયોજન કરવા, સાકરપાતળ ગામે આરોગ્ય શાખા હસ્તકની જમીન અટલવાડી નિર્માણ માટે ગ્રામ પંચાયતને આપવા, પંચાયતને વિચારણા માટે જણાવેલી હોય તેવી બાબતો જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં વહી જતાં પાણીને રોકવા માટેની કાર્યવાહી કરવા, ફોરેસ્ટ હસ્તકના રસ્તાઓ પંચાયત હસ્તક લેવા માટેની કાર્યવાહી હાથ ધરવા ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગામના વિકાસમાં વતનીઓના સહયોગને પ્રોત્સાહન આપતી ગુજરાત સરકારની ‘વતનપ્રેમ યોજના’ અંગે ઉપસ્થિતો તમામ સદસ્યોને માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકની કાર્યવાહી નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલે સંભાળી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ તેમજ જિલ્લા સદસ્યોશ્રીઓ સહિત જિલ્લા પંચાયતના શાખા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है