રમત-ગમત, મનોરંજન

ડાંગ જિલ્લાના કર્મચારીઓએ બેડમિન્ટનમાં રચ્યો ઇતિહાસ

બે ખેલાડીઓ નેશનલ ગેમ્સ માટે પસંદ, એક ખેલાડી વેઇટિંગમાં પ્રથમ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાના કર્મચારીઓએ બેડમિન્ટનમાં રચ્યો ઇતિહાસ:

બે ખેલાડીઓ નેશનલ ગેમ્સ માટે પસંદ, એક ખેલાડી વેઇટિંગમાં પ્રથમ:

દિનકર બંગાળ, આહવા: આગામી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીઝ નેશનલ ગેમ્સ, ૨૦૨૬માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે ડાંગ જિલ્લાના કર્મચારીઓએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે.

ગાંધીનગર ખાતે યોજાયેલી ‘અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધા’ માં ડાંગ જિલ્લાના બે ખેલાડીઓની રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એક ખેલાડીએ વેઇટિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

​સચિવાલય જીમખાના, સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે તારીખ ૧૭, ૧૮, અને ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ‘અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સરકારી માધ્યમિક શાળા, આહવાના આચાર્ય શ્રી પ્રજેશ બી. ટંડેલના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાંથી સર્વશ્રી શૈલેષભાઈ ગાવિત, નીતુસિંહ ગૌતમ અને હિરેન પટેલે ભાગ લીધો હતો.

​આ પસંદગી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સર્વશ્રી શૈલેષભાઇ ગાવિત અને નીતુસિંહ ગૌતમે આગામી દિવસોમાં આસામ ખાતે યોજાનારી ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસીઝ નેશનલ ગેમ્સ-૨૦૨૬ માટે ‘ગુજરાત સચિવાલય’ની બેડમિન્ટન ટીમમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ખેલાડીઓ હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે ત્રીજા ખેલાડી શ્રી હિરેન પટેલે પણ વેઇટિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે.

​આ સિદ્ધિ સાથે, ડાંગ જિલ્લાના કર્મચારી ખેલાડીઓએ સતત પાંચમી વાર આ સ્પર્ધામાં બાજી મારી છે, જે જિલ્લાના ખેલ કૌશલ્યનો ઉત્તમ પુરાવો છે. આ ખેલાડીઓએ મેળવેલી સફળતાથી ડાંગ જિલ્લાનું અને તમામ કર્મચારી આલમનું ગૌરવ વધ્યું છે. તેઓ આગામી નેશનલ ગેમ્સમાં પણ ઉત્તમ પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है