મારું ગામ મારાં ન્યુઝ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ડાંગ પ્રવાસે ઉષ્માભર્યું સ્વાગત, બે દિવસીય કાર્યક્રમનો પ્રારંભ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ડાંગ પ્રવાસે ઉષ્માભર્યું સ્વાગત, બે દિવસીય કાર્યક્રમનો પ્રારંભ:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનુ ડાંગ જિલ્લામા ભાવભર્યું સ્વાગત કરાયું હતું.

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક એવા આહવા સ્થિત સર્કિટ હાઉસ ખાતે ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાને શ્રી રામનાથ કોવિંદ તથા તેમના પરિવારજનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તે પૂર્વે જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ પાસે આવેલા કુડકસ ગામે શ્રી મારુતિ મંદિર ખાતે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમના લાયઝન ઓફિસર વ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા અને પ્રાંત ઓફિસર સુશ્રી કાજલ આંબલિયાએ મહાનુભાવોને આવકાર્યા હતા.

આ વેળા ‘ડાંગ પ્રયાગ, હનુમાન યાંગ’ ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ કાર્યના યજમાનો, દાતાઓ, તથા સેવાભાવી સ્વયંસેવકો, હનુમાનભકતો, તથા ગ્રામજનો સહિત શ્રી પી.પી.સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શ્રી રામનાથ કોવિંદ તેમના બે દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના બોરથડા, બેહડાનામાળ, ડોન, મુરમબારી, કોદમાળ, કલમવિહિર, ટોકરદહાડ, અને ઇસદર ખાતે નવનિર્મિત શ્રી મારુતિ મંદિરની જાત મુલાકાત લઇ, દર્શન આરતી સાથે અહીંથી પૂરી પડાતી સામાજિક સેવાઓનો તાગ મેળવશે. કાર્યક્રમના અંતે તા.૧૫ મી માર્ચે ઇસદર ગામે આ તમામ મંદિરો (મંદિર ક્રમાંક : ૧૬૮ થી ૧૭૫ – આઠ મંદિરો) ના લોકાર્પણ સમારોહમાં હાજરી આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है