ક્રાઈમ

સુબિર પોલીસે પાદલખડી ગામે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સુબિર પોલીસે પાદલખડી ગામે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો:

દિનકર બંગાળ, આહવા: ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણના બનાવો સતત સામે આવી રહ્યા છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પાદલખડી ગામમાં સુબીર પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી એક આરોપી સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, તા.૧૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ સુબીર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે પાદલખડી ગામે રહેતા મનાભાઈ સીતારામ ગવળી પોતાના ઘર તેમજ પાછળ આવેલા ખેતરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરના પાછળના ભાગે આવેલા ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૭૪ બોટલો મળી આવી હતી. પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.૧૫,૮૧૦ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

આ મામલે સુબીર પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ એસ.એસ. ઠાકરેની ફરિયાદના આધારે મનાભાઈ સીતારામ ગવળી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(અ) અને ૬૫(ઇ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણના બનાવો સામે આવતા કાયદાના અસરકારક અમલ અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है