બિઝનેસ

હાય રે મોંઘવારી..!  હવે વધુ એક ઝટકો, હીરો મોટોકોર્પના ટુ-વ્હીલર વધુ મોંઘા થશે: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબટીમ 

હાય રે મોંઘવારી..!  હવે વધુ એક ઝટકો, હીરો મોટોકોર્પના ટુ-વ્હીલર વધુ મોંઘા થશે: 

સમગ્ર  દેશમાં એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ બીજી તરફ જીવન જરૂરી સાધન બની ચૂકેલા દ્વીચક્રી વાહનોનું વેચાણ પણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. જો કે દ્વીચક્રી વાહનોની કિંમતોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. અને  હવે ટુ-વ્હીલર ખરીદનારાઓને 1 જુલાઇ, 2022થી મોંઘવારીનો વધુ એક ઝટકો સહન કરવા તૈયાર રહેવું પડશે.

મોઘવારીના નામે ચુંટણી લડીને હાલ સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી ની સરકાર આજે કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતીમાં હોવા છતા મોઘવારી નિયંત્રણ માં નથી આવી રહી, મોઘવારી પર અસર કરતાં મુખ્ય વેશ્વિક  પરિબળો તરફ ધ્યાન આપીએ તો ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ફ્યુચર્સ શુક્રવારે 3.2% વધીને $107.6 પ્રતિ બેરલ પર સેટલ થયા હતા, કારણ કે ઓછા પુરવઠા વચ્ચે વધુ   માંગ દ્વારા  મંદીની અપેક્ષાઓ કરતાં વધી ગઈ હતી. લિબિયામાં અશાંતિના કારણે આ અઠવાડિયે ઉત્પાદન બંધ થઈ ગયું છે, જેના કારણે ઓપેક માટે ઉત્પાદન લક્ષ્યાંકો પૂરા કરવાનું વધુ મુશ્કેલ બન્યું છે. સાથે જ મુશ્કેલીમાં વધારો કરતા, નાઇજિરીયાના પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું હતું કે OPEC+ તેના સૌથી મોટા સભ્ય સાઉદી અરેબિયા સહિત વધુ તેલ પમ્પ કરવાની ક્ષમતા સમાપ્ત થઈ રહી છે. તેમ છતાં, વધતી જતા  ફુગાવાને કાબૂમાં લેવાના હેતુથી મોટી અર્થવ્યવસ્થાઓમાં આક્રમક નાણાકીય કડકાઈ વૈશ્વિક મંદી તરફ દોરી શકે છે અને તેલની માંગમાં ઘટાડો કરી શકે છે તેવી આશંકાથી ક્રૂડ સપ્તાહમાં 2% નીચે રહ્યું છે, 

વાસ્તવમાં, દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે ટુ-વ્હીલર અને સ્કૂટરની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. 1 જુલાઇ, 2022થી નવી કિંમતો લાગૂ થશે. કોમોડિટીની કિંમતો વધવાને કારણે મોંઘવારી વધ્યા બાદ ઉત્પાદન ખર્ચ વધતા કંપનીઓએ ટુ-વ્હીલરની કિંમતો વધારવાની ફરજ પડી છે. કંપનીએ તેના ટુ-વ્હીલર અને સ્કૂટરની કિંમતોમાં 3,000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કિંમતમાં વૃદ્વિ માટે વધતી જતી ઇનપુટ કોસ્ટને જવાબદાર ગણાવી છે. નોંધનીય છે કે હીરો મોટોકોર્પ દ્વારા છેલ્લા એક વર્ષમાં ચોથી વખત ટુ-વ્હીલરની કિંમતોમાં વધારો કરાયો છે. આ પહેલા 1 જુલાઇ, 2021ના રોજ 3.000 રૂપિયા અને 30 સપ્ટેમ્બરે 3,000 રૂપિયા, 1 જાન્યુઆરી, 2022થી 2,000 રૂપિયા અને હવે 3,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ટુ-વ્હીલરની કિંમતો વધી રહી છે ત્યારે બીજી તરફ સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહિત કરવા માટે વાહન ચાલકોને સબસિડી પણ આપી રહી છે. તે ઉપરાંત સરકાર હવે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ મળે તે હેતુસર લિથિયમ-આયન બેટરી પરના 18% જીએસટીને પણ ઘટાડવાની વિચારણા કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है