ક્રાઈમ

સીકલીગર ગેંગના ત્રણ રીઢા આરોપી ઝડપી પાડતી ભરૂચ LCB:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમા થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી સીકલીગર ગેંગ ના ત્રણ રીઢા આરોપી ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી:

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ મિલકત સંબંધી ચોરીના ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એલ.સી.બી.ભરૂચ નાઓએ જીલ્લાના વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ભરૂચની ટીમ દ્રારા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

દરમ્યાન તા-૦૭/૦૫/૨૦૨૧ ના રોજ ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે.મા ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ જેમા ભરૂચ શહેર મા લીંક રોડ ઉપર આવેલ પારિજાતક સોસાયટી ખાતે એક બંધ મકાનના નકુચા તોડી સોનાના દાગીના કુલ કી.રૂ. ૦૩,૩૬,૦૦૦/- ની ચોરી થયેલ હોય જે બાબતે એલ.સી.બી ટીમ દ્રારા સરકારશ્રીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ Video Integration & State wide Advance Security (VISWAS) ના ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ એડવાન્સ CCTV કેમેરાના ફુટેજ તેમજ પોકેટ કોપ મોબાઇલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલ બાતમી હકીકત આધારે આ ચોરીના ગુનાને અંજામ આપનાર સીકલીગર ગેંગના ત્રણ રીઢા આરોપીઓને રોકડા રૂપિયા તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ મોટર સાયકલ સહીત ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપીનો ગુનાહીત ઇતીહાસ:

(૧) આરોપી જાપાલસીંગ ઉર્ફે જેપીસીંગ અનંતસીંગ ઉર્ફે નંદુસીંગ સીકલીગર અગાઉ ભરૂચ,અંક્લેશ્વર,અમદાવાદ,સુરત તથા વડોદરા ખાતે ૭૦ થી વધુ ઘરફોડ ચોરી ના ગુનાઓમા પકડાયેલ છે.

(૨) આરોપી લાખનસીંગ લાલસીંગ બાવરી (સીકલીગર) અગાઉ અમદાવાદ,ભરૂચ તથા અંકલેશ્વર પાંચ જેટલી ઘરફોડ ચોરી ના ગુનાઓમા પકડાયેલ છે.

(૩) આરોપી જોગી-દરસીંગ ઉર્ફે જોગી ઉર્ફે કબીર સંતોકસીંગ સીકલીગર અગાઉ નેત્રંગ,વાલીયા,અંક્લેશ્વર શહેર, અંક્લેશ્વર જી.આઇ.ડી.સી તથા નર્મદા જીલ્લાના ડીડીયાપાડા પો.સ્ટે. મા છ થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓમા પકડાયેલ છે.

ગુનાની એમ.ઓ.:-

આ કામે પકડાયેલ આરોપીઓ પોતાનુ વાહન લઇ વહેલી સવારે કોઇપણ અવાવરૂ જગ્યાએ ભેગા મળી જે જગ્યાએ ઘરફોડ ચોરી કરવાની હોય તે નજીકના વિસ્તારમાંથી ફોર વ્હીલ ગાડી (ઇકો) ચોરી કરી ચોરી કરેલ વાહન લઇ ઘરફોડ વાળી જગ્યાએ જઇ બંધ દરવાજાનો નકુચો ડીસમીસ વડે તોડી અંદર પ્રવેશી સોના-ચાંદી ના દાગીના તથા રોકડની ચોરી કરી ચોરી કરેલ વાહનમા પાછા નિકળી બાદમા ચોરી કરેલ વાહન કોઇપણ અવાવરૂ જગ્યાએ બિનવારસી મુકી ભાગી જવાની ટેવ વાળા છે.

પકડાયેલ આરોપી:

(૧) જસપાલસીંગ ઉર્ફે જેપીસીંગ અનંતસીંગ ઉર્ફે નંદુસીંગ સીકલીગર રહેવાસી. ચૌટાનાકા હસ્તીતળાવ નવીનગરી ગુરુદ્વારા પાસે તા.અંક્લેશ્વર જી.ભરુચ

(૨) લાખનસીંગ લાલસીંગ બાવરી (સીકલીગર) રહે-હાલ- ન્યુ કસક ગુલબીનો ટેકરો ભરૂચ મુળ રહે- વાડજ રામાપીરના ટેકરા પાસે અમદાવાદ શહેર

(૩) જોગીન્દરસીંગ ઉર્ફે જોગી ઉર્ફે કબીર સંતોકસીંગ સીકલીગર રહે.હાલ- ન્યુ કસક ગુલબીનો ટેકરો ભરૂચ મુળ રહે- બી-૫૯ સત્યનારાયણ સોસાયટી રણોલી વડોદરા

શોધી કાઢેલ ગુનાની વિગત:

(૧) ભરૂચ શહેર મા પારીજાતક સોસાયટીમા એક બંધ મકાન માંથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે જે બાબતે ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં ભાગ એ ૦૫૮૧/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે.

(૨) દસેક દિવસ અગાઉ ભરૂચ શહેર મા આનંદનગર સોસાયટીમા રાત્રીના સમયે એક બંધ મકાનમાંથી રોકડા રૂપિયા તથા ચાંદીની ચોરી કરેલાની કબુલાત કરેલ છે,

(૩) ભરૂચ મા ચાવજ રોડ ઉપર આવેલ પુરૂષોત્તમ સોસાયટી માંથી રાત્રીના સમયે એક ઇકો કારની ચોરી કરી આંગન સોસાયટી મા ચોરી કરવાની કોશીષ કરેલ અને બાદ ઇકો કાર બીનવારસી હાલતમાં છોડી દીધેલાની કબુલાત કરેલ છે

કબ્જે કરેલ મુદામાલ:

(૧) રોકડા રૂપિયા ૫૦,૦૦૦/

(૨) હોન્ડા ડ્રીમ યુગા મો.સા કી.રૂ.૩૦,૦૦૦/ (૩) મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ. ૫૫૦૦/

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ:

પો.સ.ઇ.એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઈ વાય.જી.ગઢવી તથા ASI કનકસિંહ તથા હે.કો. ચંદ્રકાંતભાઇ, હિતેષભાઇ, દિલીપભાઇ, અરૂણાબેન, વર્ષાબેન તથા પો.કો.મહીપાલસિંહ, શ્રીપાલસિંહ, વિશાલભાઇ વેગડ એલ.સી.બી. ભરુચનાઓ દવારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है