ક્રાઈમ

લાવચલી રેંજના કાર્યક્ષેત્રમાં ધાણા ગામમાં લાકડા ચોરી થતા હોવાની બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગનું સફળ ઓપરેશન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

લવચાલી રેંજ વિસ્તારના ધાણા ગામમાં લાકડા ચોરીની બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગને મળી મોટી સફળતા.. લાકડાં ચોરોમાં ફફડાટ..

  ડાંગ જિલ્લાના ઉત્ત૨ ડાંગ વન વિભાગના ડી.સી.એફ. સાહેબશ્રી ડી.એન.રબારીના માર્ગદર્શન હેઠળ લવચાલી રેંજના આર. એફ. ઓ અર્ચનાબેન જે. હિરાની ટીમે તેમની રેંજના કાર્યક્ષેત્રમાં ધાણા ગામમાં લાકડા ચોરી થતા હોવાની બાતમીના આધારે થાણા ગામ તરફ જંગલ ચો૨ીની તપાસ કરવા જતા લવચાલી ધાણા રોડ ઉપર સ્પ્લેન્ડર મોટર સાઈકલ નંબર જી.જે.30.બી. 2599 ઉપર મોઢા ઉપર મફલ૨ બાંધેલ ઈસમને ઉભા રાખી પુછપરછ કરતા દિનેશભાઈ નાનુભાઈ વાડુ રહે. ધુલદા નામના વ્યકિતની અટક કરવામાં આવેલ, બાદ ધાણા ગ્રામજનો અને સરપંચશ્રીના સહકારથી નીચલુ ફળીયુ વિસ્તારમાં ટાવેરા નંબર જી.જે. 5 જે. ક્યુ. 2994 જેમાં માગી ચોરસા નંગ-૫ ઘ.મી.૦.૮૧૩ ગાડીમાં ભરેલ મળી આવેલ ડ્રાઈવર તથા અન્ય ઈસમો અંધારાના લાભ લઈ ભાગી છૂટેલ હતા. સ્થળ પર મળી આવેલ મુદ્દા માલની કિંમત રૂા.૧૧૦૦૦૦/- અને ટાવેરાની કિંમત રૂ.૧૫૦૦૦૦/- અને સ્પ્લેન્ડરની કિંમત રૂા.૪૦૦૦૦ આમ કુલ રૂા.૩૦૦૦૦૦/- ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હાલમાં ડી.સી.એફ.સાહેબશ્રી ડી.એન.રબારીના માર્ગદર્શન હેઠળ લવ ચાલી રેંજના અર્ચનાબેન જે. હિરાની ટીમે બન્ને વાહનો તથા આરોપીની કબજો મેળવી ને આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है