ક્રાઈમ

મોટા સૂકાઆંબા ખાતેથી ગાંજા સાથે એક આરોપી ઝડપાયો, એક વોન્ટેડ જાહેર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

મોટા સૂકાઆંબા ખાતેથી માદક પદાર્થ સૂકા ગાંજા સાથે એક આરોપી ઝડપાયો, એક વોન્ટેડ જાહેર;

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે દેડીયાપાડાના સૂકાઆંબા ગામેથી એક આરોપીને એસ.ઓ.જી.નર્મદા એ ઝડપી પડ્યો છે, તેમજ ગાંજો આપનાર સામે પણ ગુનો દાખલ કર્યો છે.

કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. તેમજ સ્ટાફના માણસો દ્વારા બાતમી આધારે રમેશભાઇ મોતીયાભાઇ વસાવા રહે. મોટા સુકાઆંબા તા.ડેડીયાપાડા જી.નર્મદાના કબજા ભોગવટા વાળા રહેણાંક ઘર માંથી વનસ્પતીજન્ય માદકપદાર્થ સુકો ગાંજો ૧૨૫ ગ્રામ કિ.૧૨૫૦/- તથા એક મોબાઇલ કિ.રૂ.૫૦૦/- તથા રોકડા રૂ.૧૩૫૦/- મળી કુલ કિ.રૂ.૩,૧૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી ગાજો આપનાર રતનભાઇ પ્રતાપભાઇ ભોઇ રહે- ખાપર તા-અક્કલકુવા જી-નંદુરબાર મહારાષ્ટ્રનાને વોન્ટેડ જાહેર કરી ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है