ક્રાઈમ

માંડવી ખેડપુર ખાતે બે લાંચિયાઓને ઝડપવા એ.સી.બી. તાપીની સફળ ટ્રેપ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

માંડવી ખેડપુર ખાતે બે લાંચિયાઓને ઝડપવા એ.સી.બી. તાપી ની સફળ ટ્રેપ:

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જીલ્લાના માંડવી તાલુકા માં સમાવિષ્ટ ખેડપુર ખાતે બે લાંચિયા જનપ્રતીનીધીઓને ઝડપવા એ.સી.બી. તાપી ની સફળ ટ્રેપ, એક જાગૃત નાગરીક ની ફરિયાદ ને લઈ ગોઠવાઈ હતી ટ્રેપ

આરોપીઓ : (૧) ભુપેન્દ્રભાઇ ધનસુખભાઇ ગામીત, ડેપ્યુટી સરપંચ પાતાલ ગ્રામ પંચાયત, તા.માંડવી, જી.સુરત
(૨) શંકરભાઇ ઠાકોરભાઇ ચૌધરી, ૧૮ સાલૈયા બેઠક તાલુકા પંચાયત સભ્ય માંડવી, તા.માંડવી જી.સુરત

ગુનો બન્યા ની તારીખ : ૦૪/૦૪/૨૦૨૪

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૩૫,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૩૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૩૫,૦૦૦/-

ગુનાનુ સ્થળ : મોજે માંડવી ખેડપુર ત્રણ રસ્તાથી જુના તાપી પુલ તરફ જતા રોડ ઉપર અગ્રેશ્વર મહાદેવ મંદિર નજીક જાહેર રોડ પર,

ગુનાની ટુંક વિગત :
આ કામના ફરિયાદીશ્રીની ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપેલ. જે જમીન લેવલીંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે આ બંને આક્ષેપિતોને મળતા તેઓએ પ્રથમ રૂ.૧,૫૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ. ત્યારબાદ રકઝકના અંતે બંને આક્ષેપિતો રૂ.૮૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ અને સદર ઠરાવ પસાર થએથી તમામ પૈસા ચુકવી આપવાનું નક્કી થયેલ અને હાલ જે પૈકીના રૂ.૩૫,૦૦૦/- ની લાંચની રકમ આક્ષેપિતોને આપવાની હોય જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિત નં.૨ નાઓએ આક્ષેપિત નં.૧ સાથે પંચ સાહેદની હાજરીમાં હેતુલક્ષી વાતચિત કરી ફરિયાદી પાસેથી આક્ષેપિત નં.૨ નાએ રૂ.૩૫,૦૦૦/- લાંચની રકમ સ્વિકારી બંને પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

ટ્રેપીંગ અધિકારી :
શ્રી એસ.એચ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, ઇન્ચાર્જ તાપી એ.સી.બી. પો.સ્ટે. વ્યારા તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है