ક્રાઈમ

ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી

ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢીને કુલ રૂપિયા ૨૯૭૬૦૦/-નો  મુદામાલ કબજે કરતી  નેત્રંગ પોલીસ: 

પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ,અંકલેશ્વર તથા સી.પી આઈ. શ્રી બી.એમ. રાઠવાનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવુતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજરોજ નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે “એક મહિન્દ્રા કંપની મેક્ષ ફોરવસ્લિકલ  ગાડી નંબર- GJ.2.BD-2239 માં ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી ડેડીયાપાડા તરફ થી આવનાર છે. અને ઝગડીયા તથા અંકલેશ્વર તરફ જનાર છે.” જે બાતમી આધારે સ્ટાફના માણસો અને અમોએ બે પંચોનાં માણસો બોલાવી બાતમી હકીકતથી વાકેફ કરી, થવા ચેક પોસ્ટ ઉપરથી ઉપરોક્ત મહેન્દ્રા ફોરવ્હિલ ગાડીનો પીછો કરેલ અને ફોરવ્હિલ ગાડીનો ચાલક ફુલવાડી થઈ અરેઠી , શણકોઇ પાટીયા, મેન હાઈવે ઉપર થી રમણપુરા ગામના પાટીયાથી ડાબી બાજુ બલદવા ડેમ તરફ જતા રોડ ઉપર હંકારી આંબાડુંગરી ગામની સીમમાં જવાના કાચા રસ્તે ડુંગરીયાળ વિસ્તારમાં ખુલ્લા ખેતરના પટમાં પોતાના કબજાની ફોરસ્લિ ગાડી મુકી, જંગલ વિસ્તારમાં ફોરવ્હિલ ગાડીનો ડ્રાયવર તથા ક્લીનર બંન્ને નાશી ગયેલા અને મહિન્દ્રા મેક્ષ ફોરવ્હિલ ગાડીમાં સાથેના પંચો  રૂબરૂમાં ચેક કરતા નીચે મુજબનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

કબજે કરેલ મુદામાલ:

ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલ નંગ-૯00 તથા બીયર ટીન નંગ 576 મળી કુલ્લે બોટલ નં-1476 કુલ કિંમત રૂપિયા  1,47600/- તથા મહિન્દ્રા મેક્ષ નંબર- GJ-2-BD-2239 જેની કી.રું. 1,50,000/- મળી કુલ્લે  રૂપિયા -2,97600/-

વોન્ટેડ આરોપીઓ:

(૧) મહિન્દ્રા કંપની મેક્ષ ફોરવ્હિલ ગાડી નંબર GJ-2-BD-2239 નો ચાલક જેનું નામઠામ જણાયેલ નથી,

(૨) મહિન્દ્રા કેપની મેક્ષ ફોરવ્હિલ ગાડી નંબર- GJ-2-BD-2239 નો ક્લીનર જેનુ નામઠામ જણાયેલ નથી,

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ: સદર કામગીરી પો.સ.ઈ. એન. જી. પાંચાણી તથા અ. હે. કો વિજયસિંહ કાનાભાઇ બ.ન. ૧૦૮૨ તથા અ.હે.કો.મુળજીભાઇ ખાનસીંગભાઈ બ.ન.૧૪૮૪ તથા અ.હે.કો જગદીશભાઇ પાંચાભાઇ બ.નં.૯૦૧ તથા તથા અ.હે.કો રમેશભાઇ ધનજીભાઈ બ.નં.૧૧ ૧૨ તથા પો.કો.અજીતભાઇ વિરજીભાઇ બ.ન. ૧૨૮૦ તથા પો. કો, અજીતભાઈ માંગાભાઈ બ.ન, ૧૪૮૨ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है