ક્રાઈમ

માલસામોટ ગામેથી બોગસ તબીબ ઝડપાયો, લાખોની દવાઓ જપ્ત: પોલીસ સ્ટેશનમાં તબીબ વિરુદ્ધ ગુનો દાખલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામેથી બોગસ તબીબ ઝડપાયો: દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તબીબ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

માલસામોટ ગામેથી બોગસ તબીબ ને ડોક્ટરોની મેડીકલ ટીમ અને દેડિયાપાડા પોલીસે રેડ કરતાં બોગસ તબીબને પકડી પાડયો હતો અને તેની પાસેથી કુલ અંદાજીત  1,85,408 રૂપિયાની દવા પકડી પાડવામાં આવી હતી.

નર્મદા જીલ્લામાં અને ખાસ  દેડિયાપાડા તાલુકાના બોર્ડર વાળા વિસ્તારમાં  બોગસ ઝોલા છાપ ડોક્ટર, dysp, sp, કલેકટર કે પછી  પરપ્રાંતીય ઊટવૈદુ કરતા ડાકટરોની કમી નથી વારંવાર ભોળી પ્રજાને છેતરતા રહે છે, ત્યારે  મેડીકલ ટીમ અને દેડિયાપાડા પોલીસની સંયુક્ત  રેડ દરમિયાન એક બોગસ તબીબને પકડી પાડયો હતો અને તેની પાસેથી લાખો રૂપિયાની દવાઓનો જથ્થો પકડી પાડી પોલીસ દ્વારા લેવાયો કબજો.

દેડિયાપાડા તાલુકાના સગાઈ પી.એચ. સી. ડોક્ટર બીનોઈ કુમાર તારકનાથ શમા અને અન્ય મેડીકલ ટીમે અને દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અજય ડામોર અને અન્ય પોલીસ સ્ટાફ સાથે દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે પી.એચ. સી. સામે દવાખાનું ચલાવતો પરપ્રાંતીય બોગસ ઊટવૈદુ કરતો ઝોલા છાપ તબીબને પકડી પાડયો હતો. અને તેના દવાખાના માથી વિવિધ પ્રકારની દવાઓ , બોટલો, ઈજેકશનો,ગોળીઓ પકડી પાડવામાં આવી હતી. જેની કિંમત રૂપિયા 1,85,804 /- થાય છે. ડોક્ટર ન હોવાં છતાં પોતાનાં આર્થિક સ્વાર્થ માટે લોકોની જીંદગી સાથે ચેડાં કરતો આ બોગસ ડોકટરનું નામ સંજયભાઈ ગોપીનાથ વિશ્વાસ છે જેને ઝડપી પાડયો હતો.
તેના વિરુદ્ધ ડોક્ટર બીનોઈ કુમાર તારકનાથ શમા સગાઈ પી.એચ.સી.એ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપી ડોક્ટર સંજય ગોપીનાથ વિશ્વાસ વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની તપાસ દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અજય ડામોર સાહેબ કરી રહ્યા છે. આ ઘટનાથી દેડિયાપાડા પંથકમાં પરપ્રાંતીય બોગસ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો ગયો છે. જોવું રહ્યું આ સદન કામગીરી દ્વારા કેટલાં ડોક્ટરોના પાટિયા ઉતરે છે? અને કેટલાં બંધના બોર્ડ લટકાવી ચાલ્યા જાય છે? અને કેટલાં પોલીસ ની પકડમાં આવે છે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है