ક્રાઈમ

પ્રોહીબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે ઝડપી પાડતી એલ.સી.બી. તાપી: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

અલ્ટો ગાડીમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે ઝડપી પાડતી એલ.સી.બી. તાપી: 

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓ દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને (૧) આજરોજ શ્રી આર.એમ.વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, જે.બી.આહિર, એલ.સી.બી. તાપીનાઓ સાથે ASI ગણપતસિંહ રૂપસિંહ બ.નં- ૩૩૦ તથા તથા PC વિનોદ પ્રતાપભાઇ બ.નં.-૩૯૧ એલ.સી.બી. તાપીના વિગેરે નાઇટ પેટ્રોલીંગ ફરજમાં હતા દરમ્યાન સાથેના PC વિનોદ પ્રતાપભાઇ બ.નં.- ૩૯૧ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત્ત મળેલ કે, અલ્ટો ફોર વ્હિલ ગાડી નંબર- GJ-15-PP-2509 માં ચોર ખાના બનાવી ઇંગ્લીશ દારૂ તેમાં લાવી ઇંગ્લીશ દારૂની કાર્ટીંગ કરનાર છે “ જે બાતમી આધારે મૌજે બેડારાયપુરા ગામ ખાતે બાતમી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરવા જતા પોલીસ સ્ટાફના માણસોને આરોપીઓ જોઇ જતાં અંધારાનો લાભ લઇ નાશી ગયેલ ઉપરોકત્ત જણાવેલ કારની તપાસ કરતા કારના પાછળ ભાગે તથા દરવાજામાં ચોર ખાના બનાવેલ હોય તેમાંથી અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લીશ દારૂની છુટી નાની મોટી બાટલીઓનો જથ્થો ભરેલ હોય નાશી જનાર આરોપી (૧) રાકેશભાઇ અમૃતભાઇ પટેલ રહે.બેડારાયપુરા ગામ આશ્રમ ફળીયા તા.ડોલવણ જી.તાપી તથા બીજા બે અજાણ્યા ઇસમોએ પોતાના કબ્જાની અલ્ટો ફોર વ્હીલ ગાડી નંબર- GJ-15-PP-2509 આશરે કિં.રૂ. ૮૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની કંપની સીલબંધ નાની મોટી કુલ બોટલો કુલ- ૪૨૫, કુલ કિંમત રૂ.૩૩,૫૫૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૧૩,૫૫૦/- નો મુદ્દામાલ પકડી પાડી નાશી ગયેલ આરોપી- રાકેશભાઇ અમૃતભાઇ પટેલ રહે.બેડારાયપુરા ગામ આશ્રમ ફળીયા તા.ડોલવણ જી.તાપી તથા બીજા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ-૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ કાર્યવાહી કરીને આગળની વધુ કાર્યવાહી, તપાસ માટે ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

સફળ કામગીરી કરનાર ટીમ :-

પો.સ.ઇ.શ્રી,જે.બી.આહિર, એલ.સી.બી.તાપી તથા ASI ગણપતસિંહ રૂપસિંહ બારીયા બ.નં.-૩૩૦, હેડ કોસ્ટેબલ ધર્મેશભાઇ મગનભાઇ બ.નં-૬૮૬ તથા પો. કોસ્ટેબલ વિનોદ પ્રતાપભાઇ બ.નં.-૩૯૧, પો. કોસ્ટેબલ અરૂણભાઇ જાલમસીંગ બ.નં.- ૪૧૫, પો. કોસ્ટેબલ રોનક સ્ટીવનસન, બ.નં-૩૬૫ નાઓએ કામગીરી કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है