ક્રાઈમ

નર્મદા પોલીસે જુદી-જુદી જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાયદેસર કાર્યવાહી કરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા પોલીસે જુદી જુદી જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાયદેસર કાર્યવાહી કરી;

હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓની સુચનાઓ અને માર્ગદર્શન હેઠલ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનની બદીની નેસ્તનાબુદ કરવા તા.૨૫/૦૩/૨૦૨૨ ના એક પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. જે સમગ્ર નર્મદા જીલ્લાની પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન તા.ર૬/૦૩/૨૦૨૨ ના રોજ પ્રોહીબીશનના- ર૪ કેસો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ-૦૮ આરોપીઓને પકડવામાં આવેલ છે.

જેમાં દેશી દારૂ ૧૩૩ લીટર, કિંમત રૂપિયા ૨.૬૬૦/- તથા વોશ ૧૫૨૪૦ લીટર, કિંમત રૂપિયા ૩૦,૪૮૦/- તેમજ વિદેશી દારૂની બોટલ નંગ ૩૪, કિંમત રૂપિયા ૫,૬૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૩૮,૬૪૦/- નો પ્રોહી. નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેના કારણે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અસામાજીક કૃત્ય કરનાર ઇસમોમાં ભયનું મોજું ફેલાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है