ક્રાઈમ

તિલકવાડાના ગોધામ ગામની સીમ માંથી જુગાર રમતાં ૯ જુગારીયાઓ પોલીસે ઝડપી પાડ્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

તિલકવાડાના ગોધામ ગામની સીમ માંથી જુગાર રમતાં ૯ જુગારીયાઓ ઝડપાયા;

રૂ.૩,૪૮,૩૬૦/- ની મતા સાથે ઝડપાયેલા તમામ ને જેલના સળીયા ની પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળ્યું છે;

તિલકવાડાનાં પીએસઆઈ એ.એન.પરમાર પોલીસ સબ ઈન્સ્પેક્ટર તિલકવાડા પો.સ્ટે. નાઓને મળેલ બાતમી આધારે ગોધામ ગામની સીમમાં આંબાના ઝાડની નીચે કેટલાક ઈસમો હારજીતનો પાના-પત્તાનો જુગાર રમી રહેલ છે, તેવી હકીકત બાતમી આધારે તિલકવાડા પીએસઆઈ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે હકીકત બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા (૧) મહેબુબ અબ્દુલભાઇ પટેલ રહે.ગોધામ તા.તિલકવાડા જી.નર્મદા (૨) આરીફભાઇ શાદીકમાઇ પટેલ રહે.ગૌધામ તા. તિલકવાડા જી.નર્મદા (૩) નરેશભાઇ જગદીશાભાઇ ભીલ રહે. ગૌધામ, તિલકવાડા જી.નર્મદા (૪) મહેશભાઇ કરશનભાઇ ભીલ રહે.વડીયા તા.નસવાડી જી. છોટાઉદેપુર (૫) રામસીંગભાઇ અમીદાસભાઇ ભીલ રહે. ગોધામ તા. તિલકવાડા જી.નર્મદા (૬) અજયભાઇ સુખસમભાઇ ભીલ રહે.વડીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર (૭) હરેશભાઇ જગદીશભાઇ ભીલ રહે. ગૌધામ તા. તિલકવાડા નર્મદા (૮) કેતનમાં પ્રેમાભાઇ ભીલ રહે. બીડીકુવા તા.નસવાડી જી.છોટાઉદેપુર (૯) પ્રવિણભાઇ જીવણભાઇ ભીલ રહે. ગોધામ તા.તિલકવાડા જી.નમદા નાઓ પકડાઈ જઈ અન્ય ઝડતી માંથી રોકડા રૂ.૧૭૬૦૦/- તથા દાવ ઉપરના રૂ.૫,૦૦૦/- મળી કુલ જુગારના રોકડા રૂ. ૨૨,૦૦/- મળી તથા મોબાઇલ ફોન નંગ-૭ કિ.૨૬,૦૦૦/- મળી કૂલ કિં.રૂ.૩,૪૮,૩૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है