
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડિયાપાડામાં મિત્રતા કેળવી લૂંટ કરનારા 3 આરોપી ઝબ્બે;
પોલીસે ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી;
ડેડીયાપાડા ખાતે મિત્રતા કરી ત્રણ મિત્રોએ મિત્રને ગાળાના ભાગે બ્લેડ મારી કરેલ લૂંટના મામલામાં પોલીસે ત્રણેય લૂંટારુ મિત્રની અટકાયત કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
ડેડીયાપાડામાં નોંધાયેલ ગુનાની વિગત મુજબ વિરસિંહ વસાવાને મેળામાં ત્રણ અજાણ્યા ઇસમો મળતા તેની સાથે મિત્રતા કેળવી ત્યારબાદ બાઇક ઉપર બેસાડી શેરવાઇ ગામ તરફ જવાના રસ્તા ઢીકાપાટુનો માર મારી પાસેના આવેલ ખેતરમાં લઇ જઇ ગળાના ભાગે શેવીંગ બ્લેડ મારી રોકડ રકમ લૂટી લઇ નાસી ગયા હતા. દરમ્યાન ફરીયાદી નજીકના ગામમાં રહેતા તેના માસીને ત્યાં જતા ડેડિયાપાડા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ ગુનાની તપાસ દરમ્યાન પોલીસે બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવવા તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે માહીતી મળેલ કે આ ગુનાને ત્રણ આરોપીઓ અંજામ આપેલ હોય જે પૈકી કુંદન રોહીદાસ વસાવા, નરેન કૃષ્ણા વસાવા તથા પરેશ રાયસીંગ વસાવાઓની અટક કરી ત્રણેવને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર ગુનાની કબુલાત કરતાં હોય જેથી ત્રણેવ આરોપીઓને ગુનાના કામે અટક કરી લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી ડેડિયાપાડા પોલીસ મથકે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ડેડીયાપાડા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે અગાઉની વધુ તાપસ હાથ ધરી છે.