ક્રાઈમ

ગાજરગોટા ગામેથી વિસ્ફોટક પદાર્થ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતી SOG નર્મદા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ગાજરગોટા ગામેથી વિસ્ફોટક પદાર્થ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતી SOG નર્મદા:

નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓઓએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોની માહીતી મેળવી કાયદેસર કાર્યવાહી કરવા સુચના તેમજ માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સ્પેકટર કે.ડી. જાટ SOG નર્મદા તથા SOG શાખાનાં સ્ટાફ ઘ્વારા બાતમી આધારે ડેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ગામેથી ગેરકાયદેસર વિસ્ફોટક મુદ્દામાલ જીલેટીન સ્ટીક નંગ – ૦૯ કિ.રૂ. ૫૪૦/- તથા ડીટોનેટર નંગ-૧૪ ની કીમત રૂ. ૧૪૦/- તથા બે સેફ્ટી ફ્યુઝ (જામગરી) ના ટુકડાઓ કિ.રૂ. ૧૦/-, હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્રો મો.સા. કી.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૧૦,૬૯૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ૧) રાકેશભાઇ કરણસિંગ ગોવાળ (૨) દિલીપભાઇ નગીનભાઇ વસાવા બન્ને રહે. મંદિર ફળીયુ, મોટા સુકાઆંબા તા.ડેડીયાપાડા જી.નર્મદા, (૩) દિનેશભાઇ સીંગાભાઇ વસાવા રહે. નવી નગરી, મોટા સુકાઆંબા તા.ડેડીયાપાડા જી.નર્મદાનાઓને પકડી પાડી તથા આ મુદ્દામાલ આપનાર મુકેશભાઇ રામસીંગ વસાવા રહે.પીચરવન તા.ઉમરપાડા જી.સુરત હાલ રહે. મોજે કાગવડ તા.જેતપુર જી.રાજકોટ નાને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝીવ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है