ક્રાઈમ

ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી 

વડોદરા જીલ્લા કરજણ પો.સ્ટે.ના છેતરપીંડી તથા ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

                           પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો પાલેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી આધારે વડોદરા જીલ્લા કરજણ પો.સ્ટે. ગુ.ર.નં I ૧૧૧૦૨૫૨૦૧૧૪૪/૨૦૨૦ IPC ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી, ૧૧૪ મુજબના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી :- મોહસીનખાન મહેબુબખાન સોલંકી રહે. વણાકપોર, મોટું ફળીયું, તા.ઝઘડીયા જી.ભરૂચનાને આજરોજ તા.૨૨/૦૪/૨૦૨૧ નારોજ પાલેજ તા.જી.ભરૂચ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા પાલેજ પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે. 

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા તથા અ.હે.કો. નિલેશભાઇ નારસિંગભાઇ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है