
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, કરૂણેશ ચૌધરી
માંગરોળના તરસાડી જુના ગામના બાજુમાં આવેલ ખેતરમાં જવાના કાચા રસ્તા ઉપરથી કોસંબા પોલીસે ભારતીય બનાવટ વિદેશી મુદ્દામાલ સહીત 3,43,700/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સુચના મુજબ વિભાગીય પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ અધિક પોલીસ મહાનિર્દેશક સુરત રેન્જની સુચના દ્વારા 10 માર્ચ 2022 ના રોજ 22 કલાકથી 11 માર્ચ 2022 ના રોજ 2 વાગ્યા દરમિયાન કોમ્બિંગ માં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ રશીકાન્ત ને ખાનગી બાતમીદાર દ્રારા ચોક્કસ બાતમી મળેલ કે સફેદ કલરની હોન્ડા સિટી ફોરવીલ નંબર DD 03 E 0279 મા બે ઈસમો ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરીને નેશનલ હાઇવે નંબર 48 ઉપર થી કોસંબા ઓવરબ્રિજ થી તરસાડી ગામ તરફ જનાર છે.
આ મળેલ બાતમીના આધારે પ્રોહીબીશન નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસના માણસો સાથે વોચ માં રહી બાતમી વાડી ફોરવીલર ને ઝડપી પાડી જોતા ભારતીય બનાવટ નો પરપ્રાંતીય વિસ્કી બિયરની કાચની નાની મોટી બોટલો તેમજ ટીન મળી કુલ 10 નંગ બોક્ષમાં કુલ 324 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત 43,200/- રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરી ફોરવીલર નંબર DD 03 E 0279 ના ચાલક અને બાજુમાં બેસેલ ઈસમ જેઓના નામ સરનામા જણાય આવેલ નથી જેથી વોન્ટેડ જાહેર કરી તેઓના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વગર પાસ પરમીટે ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂ સહિત દારૂની હેરાફેરીમાં વાપરવામાં આવેલ ફોરવીલર નંગ 1 જેની કિંમત 3 લાખ તેમજ મોબાઇલ ફોન નંગ 1 જેની કિંમત 500 મળી કુલ 3,43,700/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.