ક્રાઈમ

ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા મારુતિ સુઝુકી ગાડીમાંથી પ્રોહીબ્યુશનનો મુદ્દામાલ ઝડપાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

બનાવટી નંબર પ્લેટ લગાવી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા મારુતિ સુઝુકી ગાડી માંથી પ્રોહીબ્યુશનનો મુદ્દામાલ ઝડપાયો;

શ્રી.એલ ગળચર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાગબારા તથા પોલીસ સ્ટાફના માણસો સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, દરમિયાન એક સફેદ કલરની મારુતિ સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ 17 AP 6201નંબરની ગાડીના ચાલક ધનસેરા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા પોલીસ સ્ટાફના માણસોને જોઈ ગાડી સાગબારા તરફ પુરઝડપે હંકારી નાસી જતા તેને રોકવા માટે પોલીસ સ્ટાફના માણસોએ સાગબારા પોલીસ સ્ટેશન સામે હાઇવે રોડ ઉપર બેરીકેડ ઉભા કરીને રોડ બ્લોક કરતા સદર ગાડીનો ચાલક દૂર થીજ ગાડી મુકીને નાસી ગયો હતો.

સાગબારા પોલીસ સ્ટાફના માણસોએ મારુતિ સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી રોયલ બ્લુ માઉન્ટ વિસ્કી ની 28 પેટીઓ મળી આવી પોલીસ સ્ટાફના માણસોએ સદર ગાડીની નંબર પ્લેટ ઉપર જોતા આગળના ભાગે GJ 17 AP 6201 તથા પાછળના ભાગે GJ 04 AP 1123 નંબર લખેલ હોય સાગબારા પોલીસે વિસ્કિ ના કોટરીયા નંગ 1344 કિંમત રૂપિયા 1.34.400 તથા મારુતિ સ્વીફ્ટ ડિઝાયર ગાડી કિંમત રૂ. 3.00.000 મળી કુલ 4.34.400 નો મુદ્દામાલ કબજે કરીને વાહન છોડીને ભાગી જનાર ઈસમ તથા વાહનના કબ્જેદાર વિરુદ્ધ સાગબારા પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है