ક્રાઈમ

આઠ માસથી વોન્ટેડ મુખ્ય આરોપીને જબલપુર (મધ્યપ્રદેશ) ખાતેથી પકડી પાડતી ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ: 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ  સુનિતા રજવાડી

ભરૂચ જિલ્લામાં કોર વ્હીલર ગાડીઓ ભાડેથી રાખી ગાડી માલીકની જાણ બહાર ગાડીઓ અન્ય ઇસમોને ગીરો આપી છેતરપીંડી કરી છેલ્લા આઠ માસથી વોન્ટેડ મુખ્ય આરોપીને જબલપુર (મધ્યપ્રદેશ) ખાતેથી પકડી પાડતી ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ: 

ગત તા.૧૨/૦૮/૨૦૨૧ ના રોજ અત્રેના ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોર વ્હીલર ગાડી માલીક પાસેથી તેમની ગાડીઓ કંપનીમાં મુકવાનુ કહી ભાડેથી રાખી ગાડી માલીકની જાણ બહાર તે ભાડેથી રાખેલ ગાડી અન્ય ઇસમો પાસેથી રૂપીયા લઇ ગાડી માલીકની જાણ બહાર કુલ-૨૮ ગાડીઓ ગીરો આપવા સંબંધે ફરીયાદીએ ફરીયાદ આપતા આરોપીઓ વિરૂધ્ધ ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ખાતે ગુ.ર.નં.૧૧૫૫/૨૧ આઇ.પી.સી. કલમ-૪૦૬,૪૨૦, ૪૬૫,૧૨૦બી, ૧૧૪ મુજબનો ગુનો તા-૧૨/૦૮/૨૦૨૧ ના રોજ રજીસ્ટર કરવામા આવેલ અને ગુનામાં સંડોવાયેલ કુલ-૨ આરોપીઓને અગાઉ અટક કરવામાં આવેલ હતા અને ગુનાનો મુખ્ય આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂ અર્જુનસિંહ રામસિંહ રાઉલજી રહે. ભરુચ વાળો ત્યારથી નાસતો ફરતો હતો અને આરોપી ચાલાક હોઇ પોતાના મોબાઇલ નમ્બર અને લોકેશન બદલાવતો રહેતો હતો અને આરોપીની શોધખોળ કરવા પુરતા પ્રયત્નો કરવા છતા નહી પકડાતા નામદાર કોર્ટમાંથી CRPC કલમ-૭૦ મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હતુ.

ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા વોક્ત નાઓએ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ હાલ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગેની મે. ડીજીપી સા. ની ડ્રાઇવ ચાલુ હોઇ જે અનુસંધાને ભરુચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નાઓના સતત ફોલો-અપ અને માર્ગદર્શન આધારે,

પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરુચ શહેર એ ડીવીઝન પો.સ્ટે. તથા પો.સ.ઇ. સા ની ઇન્કવે રસ્ટાફના માણસોએ સંદરણાગના લકી કરવા માટે આર.એલ.ખટાણા તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોએ સદરહુ ગુનો ડિટેક્ટ કરવા માટે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીના તથા શકમદ ઇસમોના જુદા જુદા મોબાઇલ નંબરોની કોલ ડીટેઇલ એનાલીસીસ કરી સદરહુ ગુનામાં સંડોવાયેલ મુખ્ય સુત્રધાર વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂ અર્જુનસિંહ રામસિંહ રાઉલજી રહે.ભરુચ વાળાને જબલપુર (મધ્યપ્રદેશ) ખાતે નર્મદા નદીના કિનારે આવેલ આશ્રમમાંથી સેવકના વેશમાં ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સદરહુ ગુનાની તપાસ પો.સ.ઇ.-આર.એલ.ખટાણા નાઓ ચલાવી રહેલ હોઇ અને મજકુર આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે દિન-૦૫ ના રીમાંડ મંજુર કરેલ છે. તેમજ આગામી દિવસોમા ભરુચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. આવા છેતરપીડી તથા વિશ્વાસઘાતના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કટીબધ્ધ છે.

પકડાયેલ આરોપી:

(૧) વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂ અર્જુનસિંહ રામસિંહ રાઉલજી રહે. ઘર નંબર ૩૨/૫ નવી વસાહત લાહોરી ગોડાઉન પાછળ સીવીલ હોસ્પીટલની સામે ભરૂચ હાલ રહે, ઘર નંબર ૨૦૭ મહર્ષી બંગ્લોઝ નર્મદા કોલેજ પાસે તવરા રોડ ઝાડેશ્વર ભરૂચ મુળ રહે, દરબાર ટેકરો સારોદ ગામ તા.જંબુસર જી.ભરૂચ

ગુનાની એમ.ઓ.:

આ કામે પકડાયેલ આરોપી પોતાને દહેજ ખાતે આવેલ કંપનીમાં નોકરી કરતા સુપરવાઇઝરો તથા કર્મચારીઓને લાવવા મુકવાનો કોન્ટ્રાકટ મળેલ હોવાનુ જણાવી રૂપીયાની જરૂરીયાત વાળા વાહન/ઇકોગાડી માલીકો પાસેથી તેમનુ વાહન/ઇકોગાડી દહેજ ખાતેની કંપનીઓમાં કોન્ટ્રાકટમાં મુકવાનુ કહી વાહન/ઇકોગાડી ભાડેથી રાખ્યા બાદ અન્ય ઇસમો પાસેથી રૂપીયા લઇ વાહન/ઇકોગાડી માલીકની જાણ બહાર તેનુ વાહન/ઇકોગાડી ગીરો આપી વાહન/ઇકોગાડી માલીકને ભાડે રાખ્યાના એકાદ બે હપ્તા આપી વિશ્વાસમાં લઇ વાહન/ઇકોગાડી માલીક સાથે વિશ્વાસઘાત છેતરપીડી કરવાની ટેવવાળો છે

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ:

પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ, તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એલ.ખટાણા તથા અ.હે.કો. જીતેન્દ્રભાઇ પ્રભાતભાઇ બ નં ૧૫૭૯ તથા પો.કો. સરફરાજ મહેબુબભાઇ બ નં ૧૦૫૩ રદ ની દ્વારા ટીમવર પો.કો.પંકજભાઇ રમણભાઇ બ ને ૧૦૮૫, તથા અ.પો.કો. આશિષભાઇ રાયસિંગ બ નં ૧૩૩૭ તથા અ.પો.કો. પિન્ટુભાઇ મેરાભાઇ બ નં ૧૭૨૯ નાઓ ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है