શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
હજરત મોહંમદ પયગંબર સાહેબ વિરૂધ્ધ અશોભનીય અને અપશબ્દો બોલવાની ઘટનાને લઈ સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાતા તાપી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું
ઈસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહંમદ પયગંબર સાહેબ વિરૂધ્ધ એક રાષ્ટ્રીય કાર્યક્રમમાં અપશબ્દો બોલનાર મહંત શ્રી રામગીરી મહારાજ સામે તાત્કાલીક અસરથી પગલાં ભરવા માંગ દેશ ભરના અલગ-અલગ વિસ્તારમાં એફઆરઆઈ અને ફરિયાદો કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે અને હિન્દુ-મુસ્લિમ એકતા સાથે બિનસાંપ્રદાયિક બંધારણ એ સમગ્ર વિશ્વમાં આપણને ગૌરવ અપાવે છે. પરંતુ છાશવારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અન્ય ધર્મ માટે જાહેરમાં અશોભનીય અપશબ્દો બોલનાર અને દેશની શાંતિને દહોળવાનું કૃત્ય કરતા હોય છે. ત્યારે આજરોજ હજરત મોહંમદ પયગંબર સાહેબ વિરૂધ્ધ અશોભનીય અને અપશબ્દો બોલવાની ઘટનાને લઈ સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાતા તાપી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું
શું હતી સમગ્ર ઘટના? ગત તારીખ ૧૫/૦૮/૨૦૨૪ ના રોજ દેશ આખો હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રીય પર્વ ને ઉજવી રહ્યો હતો ત્યારે ૭૮ માં સ્વતંત્ર પર્વના પવિત્ર દિવસે મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં બનેલી ઘટનામાં ઈસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહંમદ પયગંબર સાહેબ વિરૂધ્ધ એક કાર્યક્રમમાં પોતાના આપેલા નિવેદન મુજબ અપમાનજનક અપશબ્દો બોલનાર મહંત શ્રી રામગીરી મહારાજ સામે લઈ મુસ્લિમ સમાજ મહંત વિરુદ્ધ કાર્યવાહી કરવા વડાપ્રધાન ને આવેદનપત્ર તાપી જીલ્લા કલેકટરને સુપ્રત કર્યું હતું અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માંગ કરી હતી.