ધર્મ

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે દંડકવન આશ્રમ ખાતે વિહંગમ યોગ સત્સંગ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

  રામનવમીના પાવન પર્વના શુભ દિને વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે દંડકવન આશ્રમ ખાતે વિહંગમ યોગ સત્સંગ કાર્યક્રમ યોજાયો.

દિવ્યવાણી અને અમૃતવાણીનો લાભ જન જન સુધી પહોચાડવા  વિહંગમ યોગ સત્સંગ દ્વારા દંડક્વ આશ્રમ થકી કરાયું આયોજન.

દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્વભૂમિમાં  જે બ્રહ્મ વિદ્યાનું  જ્ઞાન  શીખવાડિયું હતું એ ધ્યાન યોગ શિબિરનું  રામનવમીના પાવન પર્વના શુભ દિને કરાયું ભવ્ય  આયોજન.

દંડકવન આશ્રમ ખાતે અનંતશ્રી વર્તમાન સદગુરુ સ્વતંત્ર દેવજી મહારાજ અને સદગુરુ ઉતરાધિકારી શ્રીવિજ્ઞાન દેવજી મહારાજના સાનિધ્યમાં જ્ઞાનવાણીનું કરાયું  આયોજન.

 રામ નવમીના પાવન પર્વ  અને હિંદુ સંસ્કૃતિના  સનાતન ધર્મનો તહેવાર સમા પર્વ  જયારે આખા દેશમાં હર્ષો ઉલ્લાસ  સાથે  ઉજવાઈ રહ્યો છે,  ત્યારે વાંસદા તાલુકાના વાંસીયા તળાવ ગામે આવેલ દંડકવન આશ્રમ ખાતે  તાલુકાના  અને નવસારી જિલ્લાના તમામ હિંદુ ભાવિક ભક્તો આજના  યોગ ધ્યાન શિબિરમાં હજારોની વિશાળ સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી,  

આ કાર્યક્રમની શરૂઆત દંડકવન આશ્રમના હાલ સંચાલન અને આશ્રમના પ્રણેતા રામવૃક્ષ મહારાજે શરૂઆતમાં આશ્રમનો  સંપૂર્ણ પરિચય આપી કરી હતી. ત્યાર બાદ પધારેલા  મહેમાનોમાં વલસાડ અને ડાંગના સંસદ ર્ડો. કે. સી. પટેલ અને વાંસદાના મહારાજા, અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ ધારાસભ્ય, તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી,  અને  મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરુઆત કરવામાં આવી હતી, બાદમાં મહેમાનોનું સ્વાગત વિધિ કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન  કપરાડા ધારાસભ્ય અને મંત્રીશ્રી  જીતુભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું,  આ સમયે વાંસદા ભાજપ સંગઠનના પ્રમુખ મુકેશભાઈ, મંત્રી સંજયભાઈ બિરારી, મંત્રી રાકેશભાઈ શર્મા, વિરલભાઈ વ્યાસ, કારોબારી અધ્યક્ષ રસિક ટાંક, પદ્ધ્યુમ્ન સોલંકી સહીત  ભાજપ, કોંગ્રેસના અનેક  આગેવાનો અને દંડકવનના આયોજકો અને આજુબાજુના ગામોના ભક્તો ખુબજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો હતો, 

કાર્યક્રમનાં અંતે  મહાપ્રસાદી નું સાથે આયોજન કરાયું હતું, વધુમાં  દંડકવન આશ્રમમાં આવનારી તારીખે  15 એપ્રિલ ૨૦૨૨   વાંસદા તાલુકામાં ઘણાં સમયબાદ મુખ્યમંત્રીશ્રી  અને રાજ્યપાલ મંગુભાઇ પટેલ આવી રહ્યા છે, તેવી જાહેરાત કરવામાં આવી હતી,  ત્યારે લોકોમાં અનોખો ઉત્સાહ અને લાગણી જોવા મળી હતી, અને આવનાર દિવસમાં 1008 મહાકુંડી યજ્ઞ પણ કરવામાં આવશે તેવું આશ્રમ સંચાલન દ્વારા  જણાવવામાં  આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है