ધર્મ

રોજધાટ ગામે ઉંબા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડાના રોજધાટ ગામે ઉંબા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરાઇ;

 ડેડીયાપાડા તાલુકાના રોઝધાટ ગામે ઉંબા હનુમાનજી મંદિરે ભાવિક ભક્તો દ્વારા હનુમાન જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી સાથે જ કેટલાક ભક્તો પગપાળા ચાલી આવી મંદિર ખાતે દર્શન કર્યા હતા ભાવિક ભક્તો માટે ઉંબા હનુમાનજી મંદિર ખાતે ભંડારા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આ મંદિર ની ઓળખ એ છે કે ઉંબાના વૃક્ષ પાસે વર્ષોજૂની ભગવાનની મૂર્તિ છે અને મંદિરની આસપાસ સોલંકી યુગ વખતની કોતરણી હોવાના ચિત્રો મળી આવે છે, આ મંદિર જંગલમાં ગામ થી દુર આવેલું હોવાથી અહીં દર્શનાર્થે માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

 દેડિયાપાડા તાલુકાના અનેક ગામડાંઓમાં હનુમાન જયંતિ નિમિત્તે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ દેડિયાપાડા બજારમાં પોલીસ પ્રોટેક્શન સાથે રામ ધુન બોલી રેલી કાઢવામાં આવી હતી.

 આ પ્રસંગે જાનકી આશ્રમના સંચાલક સોનજીભાઈ વસાવા તેમજ અનેક ભાવિક ભક્તો સંતો રેલીમાં જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है