ધર્મ

નવસારીના વાંસદાના દંડકવન ખાતે ૧૦૦૮ કુંડીય વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞ સંપન્ન: 

સાતમા વાર્ષિક મહોત્સવ તથા વિહંગમ યોગ સત્સંગ સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઈ પટેલ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

નવસારીના વાંસદાના દંડકવન ખાતે ૧૦૦૮ કુંડીય વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞ સંપન્ન: 

તથા મહર્ષિ સદાફલદેવ દંડકવન આશ્રમના સાતમા વાર્ષિક મહોત્સવ તથા વિહંગમ યોગ સત્સંગ સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઈ પટેલ:

રાજય સરકારે ગૌમાતાના સંવર્ધન માટે ૫૦૦ કરોડની ફાળવણી કરી છેઃ- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

દંડકવન આશ્રમએ વર્ષોથી આદિવાસી પરિવારોમાં સેવાની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા કાર્યો કર્યા છેઃ- રાજયપાલ મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશ,

વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા સ્થિત દંડકવન ખાતે અખિલ ભારતીય વિહંગમ યોગ સંત સમાજ દ્વારા આયોજીત મહર્ષિ સદાફલ દેવ આશ્રમના સાતમા વાર્ષિક મહોત્સવ, ૧૦૦૮ કુંડીયા વિશ્વ શાંતિ વૈદિક મહાયજ્ઞ તેમજ વિહંગમ યોગ સત્સંગ સમારોહમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મધ્યપ્રદેશના રાજયપાલશ્રી મંગુભાઈ પટેલ સહભાગી થયા હતા.

               આ અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, બિલીમોરા ખાતે દરિયાઈ ખારાંશને અટકાવવાના માટેના પ્રકલ્પનું ખાતમુહૂર્ત થયું છે ત્યારે વાંસદાના દંકડવનએ મનની ખારાંશ અને ખટાશને દુર કરવાનું આધ્યમિક કેન્દ્ર છે. સમગ્ર ભારત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સદાફલદેવજી મહારાજ પણ આઝાદીની લડતમાં જોડાયા હતા. અસહકારના આંદોલનમાં જોડાઈને જેલવાસ પણ ભોગવ્યો હતો. સદાફલદેવજીનું જનજન સુધી વિહગમ યોગને પહોચાડવાનું કાર્ય આજે વટવૃક્ષ બન્યું છે. ભવિષ્યના ભારતને સૃદઢ બનાવવા માટે પોતાની પરંપરાઓ, જ્ઞાન દર્શનનું વિસ્તરણએ સમયની માંગ છે ત્યારે દંડકવન આશ્રમે પરિકલ્પનાઓને સાકારિત કરવા માટે આધ્યત્મિક કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.    

           મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રેમ, કરૂણા, ઉચ-નીચના ભેદભાવમાંથી મુકિતએ સદાફલદેવજી મહારાજની પરિકલ્પના હતી. ભારતની યોગશકિત વિશ્વમાં પ્રસ્થાપિત થાય તેવું મહારાજનું સ્વપ્ન હતું જે પ્રધાનમંત્રીશ્રીના પ્રયાસોના પરિણામે આજે સમગ્ર વિશ્વ યોગદિનની ઉજવણી કરતુ થયું છે. વિહંગમ યોગ સંસ્થાએ વર્ષોથી ગૌસેવાના વિચારને આગળ વધારી રહી છે. ત્યારે રાજય સરકારે ગૌમાતાના સંવર્ધન માટે ૫૦૦ કરોડની ફાળવણી કરી હોવાનું તેમણે કહ્યું હતું. 

          મધ્ય પ્રદેશના રાજયપાલશ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, દંડકવન આશ્રમએ વર્ષોથી આ વિસ્તારના આદિવાસી પરિવારોમાં સેવાની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા કાર્યો કરી રહ્યો છે. અંધશ્રધ્ધામાંથી સમાજને બહાર લાવી સમાજને નિર્વ્યસની બને તથા અજ્ઞાનતાથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનું કાર્ય આશ્રમના માધ્યમથી થઈ રહ્યું છે જે બદલ સ્વતંત્ર મહારાજ તથા જ્ઞાનદેવજી મહારાજને અભિનંદન પાઠવ્યા હતા. 

             આ અવસરે સદ્દગુરૂ સ્વતંત્રદેવજી મહારાજે જણાવ્યું હતું કે, ભારતની પવિત્રભૂમિ અનાદિકાળથી ઋષિ-મુનિઓની તપસ્વી ભૂમિ રહેલી છે. આપણી સંસ્કૃતિ સમગ્ર વિશ્વને શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપે છે. આ પવિત્રભૂમિમાં મહર્ષિ ગૌતમ, મહર્ષિ સરભંગ, અગસ્તસ્ય ઋષિ, ઋષિ માતંગ જેવા અનેક ઋષિઓએ જપ અને તપ કરીને ભગવાનની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. દંડકારણ્યની પાવનભૂમિ પર મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામના પગલા પડયા હોવાનું જણાવીને સદાફલદેવજી મહારાજના સેવા કાર્યો ભવિષ્યમાં પણ આગળ વધતા રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.   

             આ પ્રસંગે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજે સ્વાગત પ્રવચન કરતા દંડકવન આશ્રમ દ્વારા વિહંગમ યોગ જનજન સુધી પહોચે તેવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી. 

           આ અવસરે મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ દંડકવન આશ્રમના સદાફલદેવજી મહારાજની પ્રતિમાના દર્શન કરીને સંસ્થાની આયન કી શ્વેત ધ્વજારોહણ કર્યું હતું.

             આ પ્રસંગે આદિજાતિ વિકાસમંત્રીશ્રી નરેશભાઈ પટેલ, આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ અને મોહનભાઈ ઢોડિયા, મહિલા આયોગના અધ્યક્ષશ્રીમતી લીલાબેન અંકોલીયા, અગ્રણી પંકજભાઈ મોદી, વાંસદાના રાજવી નરેશ જયવિરેન્દ્રસિંહ સોલંકી, સંગઠનના ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है