શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
અંગ્રેજોએ જે રીતે આપણને ગુલામ બનાવ્યા એ રીતે ખ્રીસ્તિઓ પણ ગુલામ બનાવવા માંગે છે:- પૂ.સદાનંદ સરસ્વતી મહારાજ
ધનિકો ધનિક મંદિરોમાં જ દાન આપે છે, પરંતુ ભુખ્યાઓને ભોજન મળવું જોઈએ:-પૂ.સદાનંદ સરસ્વતી મહારાજ
સરકારે ગરીબો વંચિતોને પહોંચાડવા માટે લાખો , કરોડોની યોજના બનાવી છે, પણ તે ગરીબો સુધી પહોંચતી નથી:-પૂ.સદાનંદ સરસ્વતી મહારાજ
સોનગઢ તાલુકાના મલંગદેવ ખાતે હનુમાનજી મંદિરે સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્વે ઢોલ, વગાડી આદિવાસી નાચગાન સાથે શોભયાત્રા યોજી પૂજ્ય મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું:
તાપી : ડાંગ જિલ્લામાં સતસંગ પ્રવચન અર્થે સુબીર ખાતે પધારેલા શરદાપીઠ દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન સોનગઢ તાલુકાના મલંગદેવ ખાતે હનુમાનજી મંદિરે પણ પધરાયાં હતા અને સત્સંગ કાર્યક્મ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્વે ઢોલ, વગાડી આદિવાસી નાચગાન સાથે શોભયાત્રા યોજી પૂજ્ય મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સત્સંગ પ્રવચનમાં સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું કે, વિશ્વના તમામ દેશો ભારતની સંસ્કૃતિથી ચકિત થાય છે, એકતામાં અનેકતા એકતાની તો આપણી સંસ્કૃતિ છે . કોરોનામાં સરકારે એક ગજ કી દુરી જરૂરી કહ્યું, પણ આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષ પહેલા કહેલું એક સાથે નાહવું નહિ, એક થાળીમાં ભોજન કરવું નહિ, જૂથો મૂઠો વ્યવહાર કોઈ સાથે કરવો નહિ. તે કોઈએ માન્યું નહિ અને કોરોના એ લોકોનો ભોગ લીધો ત્યારે માનતા થયા. પ્રકૃતિનું નિર્માણ પણ ભગવાને જ કર્યું છે. ભગવાન જગત, પ્રકૃતિ, સૃષ્ટિ નિર્માણ લઈને ઉભા હતા. તે ભગવાનને કેવી રીતે છોડી શકો ?. ખ્રિસ્તીઓ થેલા અને ગાડીમાં બિસ્કિટ અને દવા લઈને આવે છે, તેઓ સેવા કરવા નથી આવતા તમારો ધર્મ બદલવા આવે છે. લોભ આપી ધર્મ પરિવર્તન કરાવવા આવે છે. શહેરમાં શાશન,કાયદો વ્યવસ્થા હોવાથી આવતા નથી. ભોળા આદિવાસી, વનવાસી, જનજાતિના લોકોને કોઈ સુખ સુવિધા નથી એવા ગ્રામીણ વિસ્તારોમાં કોઈ આવતું ન હોય, ખ્રિસ્તીઓ આપણા સમાજની દુખતી નસ પકડી લોકોને ધર્મ વિરુદ્ધ લઇ જાય છે. ધનિકો ધનિક મંદિરોમાં જ દાન આપે છે, પરંતુ ભુખ્યાને ભોજન મળવું જોઈએ. સરકારે ગરીબો વંચિતોને પહોંચાડવા માટે લાખો ,કરોડોની યોજના બનાવી છે, પણ તે ગરીબો સુધી પહોંચતી નથી. જેમની જવાબદારી છે, તેમણે ધર્મનું પાલન કરતા કરવું પડશે, તો અક્ષરઃશ યોજનાનો લાભ ગરીબોને મળશે. સાધુ સંતો, ધનિકો, આચાર્યઓનું પણ ઉત્તરદાયિત્વ બને છે કે આ કાર્યમાં પ્રયાસ કરે તો પ્રલોભનનો આધાર નષ્ટ થશે. અને પ્રલોભન આપીને થતું પરિવર્તન પણ ત્યારેજ બંધ થશે. તેઓ (ખ્રિસ્તીઓ) વિચારે છે, ભલે 100 વર્ષ કેમ નહિ થાય ? હિન્દુસ્તાનને અંગ્રેજોએ ગુલામ બનાવ્યા તેમ, ધીરે ધીરે આપણને ખ્રિસ્તીઓ પણ ગુલામ બનાવા માંગે છે. ધર્મ ગ્રંથ, વેદ,પુરાણોમાં ભારત શબ્દનો વારંવાર પ્રયોગ થયો છે. એ ધર્મગ્રંથો નો જે અભ્યાસ કરે છે , તેનો જ આ દેશ છે. બહારથી આવેલાઓ નો દેશ નથી. રાષ્ટ્રગીતમાં શું કહ્યું છે. ભારત ભાગ્ય વિધાતા, બાઇબલમાં ક્યાં એવું લખ્યું છે. ? ભારત શબ્દનો પ્રયોગ સંવિધાને સ્વીકાર્યો છે. ભાગવતે પણ સ્વીકાર્યો છે. ભાગવતના પાંચમા સ્કંધમાં રાજા નાભીના પુત્ર ઋષભદેવના 100 પુત્રમાં સૌથી પ્રતાપી સમ્રાટ ભરત કે જે ભારત વર્ષના પહેલા ચક્રવાતી સમ્રાટ થઇ ગયા તેના નામે દેશનું નામ ભારત હોવાનું જણાવ્યું હતું. સત્સંગ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પ્રસાદ સ્વામી, ડાંગના સાધ્વી યશોદા દીદી સહીત, અનેક સંતો મહંતો સહીત મોટી સંખ્યામાં આસપાસથી આવેલા લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.