ખેતીવાડી

હવામાન વિભાગની આગાહી મુજબ આ તારીખે નર્મદા જિલ્લામાં પડી શકે છે વરસાદ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર  

હવામાન વિભાગની આગાહી મુજબ આ તારીખે નર્મદા જિલ્લામાં પડી શકે છે વરસાદ;  

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ૧૯ થી ૨૩ જાન્યુઆરી સુધી નર્મદા જિલ્લાના વાતાવણમાં પલટો જોવા મળે તેવી આગાહી સાથે કેટલાંક ભાગમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ દેડીયાપાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે અને તા. ૨૩ જાન્યુઆરીના રોજ છૂટાછવાયા સ્થળોએ અતિ હળવા વરસાદની શકયતા છે. મહત્તમ તાપમાન ૨૫.૬ થી ૨૯.૩ સે., જયારે લઘુત્તમ તાપમાન ૧૦.૩ થી ૧૪.૬ સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૨૦ થી ૯૬ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા પશ્ચિમીય રહેશે જેની સરેરાશ ગતિ ૦૬ થી ૧૭ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

ગરુડેશ્વર તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે અને તા. ર૩ જાન્યુઆરીના રોજ છૂટાછવાયા સ્થળોએ અતિ હળવા વરસાદની શકયતા છે. મહત્તમ તાપમાન ૨૫.૩ થી ૨૮.૩ સે., જયારે લઘુત્તમ તાપમાન ૧૭ થી ૧૪.૨ી આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૧૦ થી ૦૧ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૦૪ થી ૧૬ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

સાગબારા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે અને તા. ૨૩ જાન્યુઆરીના રોજ છૂટાછવાયા સ્થળોએ અતિ હળવા વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન ૨૫,૪ થી ૨૮.૭ સે. જ્યારે લઘુત્તમ તાપમાન ૦૮ ૧૩૮ મે આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૨૦ થી ૨૪ ટકા વચ્ચે રહેવાની સભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૦૫ થી ૧૮ કિ.મી. કલાક રહેવાની શકયતા છે.

નાંદોદ તાલુકામાં તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે  અને તા. ૨૩ જાન્યુઆરીના રોજ છુંટા છવાયા સ્થળોએ  અતિ હળવા વરસાદની શક્યતાઓ  છે. મહત્તમ તાપમાન ૨૫,૦ થી ૨૮.૪ સે. જ્યારે લઘુત્તમ તાપમાન ૯૮૯ની  આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૧૯ થી ૮૦ ટ વચ્ચે રહેવાની સભાવના છે. પવનની દિશા  દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૦૪ થી ૧૬ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

તિલકવાડા તાલુકામાં તાલુકામાં બાગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે અને તા. ૨૩ જાન્યુઆરીના રોજ છૂટા-છવાયા વાદળોએ અતિ હળવા વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન ૨૫૦ થી ૨૮.૩ “સે. જયારે લધુત્તમ તાપમાન ૧૪ થી ૧૩૦ ની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૧૮ થી ૮૭ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૦૪ થી ૧૭ કિ.મી. કલાક રહેવાની શકયતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है