ખેતીવાડી

મુખ્યમંત્રીશ્રી દ્વારા ગાંધીનગર ખાતેથી આદિવાસી ખેડૂતો માટે “વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩” નો પ્રારંભ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર ખાતેથી આદિવાસી ખેડૂતો માટે “વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩” નો પ્રારંભ કરાવ્યો;

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ખાતર-બિયારણ કિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરાયું;

             રાજ્ય સરકાર દ્વારા આદિજાતી વિકાસ વિભાગ હેઠળ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી (ડીસેગ) મારફત વર્ષ ૨૦૧૨ થી અમલમાં આવેલી કૃષિ વૈવિધ્યકરણની યોજનામાં દર વર્ષે રૂ. ૩૦ થી ૩૫ કરોડના ખર્ચે અંદાજે ૧ લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. આ વર્ષે કૃષિ વૈવિધ્યકરણની યોજના અંતર્ગત મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે આદિજાતી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તયુક્ત ૫૦ કિ.ગ્રા ડી.એ.પી ખાતર, ૫૦ કિ.ગ્રા પ્રોમ ઓર્ગેનિક ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.

નર્મદા જિલ્લામાં જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ, મદદનીશ કમિશ્નરશ્રી, જી.એસએફ.સીના અધિકારીશ્રીઓ તેમજ ૨૧૦ જેટલા પદાધિકારીશ્રીઓના હસ્તે કિટ વિતરણ કરવામાં આવ્યું. ચાલુ વર્ષ નર્મદા જિલ્લાનાં તમામ તાલુકાના જી.એસ.એફ.સી કિશાન સુવિધા કેન્દ્રો ઉપરથી કુલ-૬૧૦૨ આદિજાતી ખેડૂતોને શાકભાજી તથા ખાતર કિટનું વિતરણ કરવામાં આવનાર છે. આજના આ પ્રસંગે ઉપસ્થિત સહુએ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.   

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है