તાલીમ અને રોજગાર

શ્રીજી કોમ્પ્લેક્ષ ખાતે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા સિવણ વર્ગ અને બ્યુટીપાર્લર તાલીમ વર્ગ શરુ કરાયા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, કમલેશ ગાંવિત વાંસદા :

પીપલખેડ શ્રીજી કોમ્પ્લેક્ષ ખાતે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા શિવણ વર્ગ અને બ્યુટીપાર્લર તાલીમ વર્ગ શરુ કરાયા.

આજરોજ તા. 5-1-2023ના ગુરુવાર દિને શ્રીજી કોમ્પ્લેક્સ પીપલખેડ ખાતે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા સંચાલિત શિવણ અને બ્યુટીપાર્લર તાલીમવર્ગ નું ઉદઘાટન પ્રસંગે વાંસદા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખશ્રી દશરથભાઈ જે. ભોયા એ આત્મનિર્ભર અંતર્ગત મહિલા ઓ આર્થિક સદ્ધર બને તે માટે આ તાલીમવર્ગ ખુબ જરૂરી છે. તાલીમ નિયમિત રીતે ચાલે તે માટે હિમાયત કરી.

સાથે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મોહનભાઇ ચૌધરી એ પોતાનાં વક્તવ્યમાં મહિલાઓ વ્યવસાય અને રોજગાર લક્ષી તાલીમ મેળવી ખુબ આગળ વધી રહી હોય ત્યારે આપણે પણ પાછળ ન રહેતા પગભર બનીયે એવા સૂચનો કર્યા.

કાર્યક્રમનાં અંતે આભારવિધિ પ્રવચન સંચાલક મંજુલાબેન દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है