વિશેષ મુલાકાત

સાપુતારા પોલીસના તમામ અધિકારી, કર્મચારીઓ માટે COTPA-2003 એક્ટ અંતર્ગત વર્કશોપ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ રામુભાઈ માહલા 

સાપુતારા પોલીસના તમામ અધિકારી, કર્મચારીઓ માટે COTPA-2003 એક્ટ અંતર્ગત વર્કશોપ યોજાયો:

ડાંગ : તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.જે. નિરંજનના અધ્યક્ષપણા હેઠળ COTPA-2003 (સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડોક્ટ એક્ટ) ના Section-4,5,6(A),6(b) ભંગ બદલ સખત અમલીકરણ બાબતે પોલીસ સ્ટેશન સાપુતારાના તમામ પોલીસ સ્ટાફ અધિકારીશ્રી/કર્મચારી, કોન્સ્ટેબલો કુલ ૪૫ જેટલા પોલીસ સ્ટાફ માટે વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ વર્કશોપમા ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય કચેરીના પ્રતિનીધી શ્રીમતી રસીલા સી.ચૌધરીએ (NTCPSW) COTPA-2003 એક્ટ વિશે માહિતી આપી હતી. ભારત સરકારશ્રીના કાયદા મુજબ Section-4,5,6(A),6(b) ની કલમના ભંગ દંડ અને સજાની જોગવાઇ વિશે માહિતી આપવામા આવી હતી. આ સાથે સાપુતારા ખાતે આવેલ તમામ લારી-ગલ્લાઓ પર તમાકુ, સિગારેટ અને અન્ય ઉત્પાદનનું વેચાણ કરતા દુકાનો સુચના આપવી, તેમજ ૧૮ વર્ષથી ઓછી ઉંમરની (સગીર વયની) બાળકને વેચાણ ન કરવા જે અંગેનો બોર્ડ લગાડવા દુકાનદારને સુચનો આપવા જણાવવામા આવ્યુ હતુ.

તેમજ તમાકુના વ્યસનથી થતા નુકશાન અને બીમારીઓ, નાણાંકીય નુકશાન, વિભિન્ન પ્રકારના કેન્સરો, શ્વાસના રોગો, વ્યસન છોડવાના ઉપાયો, સામાજિક, નાણાંકીય, સ્વાસ્થ્યને લગતા તમામ પ્રશ્નો ઉદભવે જે અંગે માહિતી આપવામા આવી હતી. 

કલમ‌-૪ હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ ફરમાવવામા આવેલ છે. જેના ભંગ બદલ રૂ.૨૦૦ સુધીનો દંડ લેવાનો થાય છે. જેમા હોસ્પિટલો, સભાખંડ, રેસ્ટોરન્ટ, કેન્ટિન, જાહેર કાર્ય સ્થળો, શોપીંગ મોલ, સિનેમા હોલ, પુસ્તકાલયો, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર પરિવહનના સાધનો અને જ્યાં સામાન્ય લોકોની અવરજવર રહેતી હોય તેવી ખુલ્લી જગ્યાઓ, ખુલ્લા ઓડીટોરીયમ, સ્ટેડીયમ, બસસ્ટોપ વગેરે એવા અન્ય સ્થળો પર સખત અમલીકરણ થાય જેના ભંગ બદલ દંડની કાર્યવાહી કરવા પોલીસ કર્મીઓને જણાવાયુ હતુ. તેમજ આ તમામ જાહેર સ્થળોએ “ધુમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર” આ પ્રકારનો બોર્ડ લગાવવા સુચના આપવામા આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है