ખેતીવાડી

ડેડીયાપાડા- નેત્રંગ સહિત અનેક વિસ્તારોમાં નકલી બિયારણોનો રાફડો ફાટયો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડેડીયાપાડા- નેત્રંગ સહિત અનેક વિસ્તારોમાં નકલી બિયારણોનો રાફડો ફાટયો: 

ખેડૂતો કણ માંથી મણ ત્યારે જ બનાવી શકે જ્યારે બિયારણ માં મિલાવટ નહિ હોય: 

ઠેર-ઠેર લાઇસન્સ વગરના વેપારીઓ ઊભા થઈ ખેડૂતોની ચલાવી રહ્યા છે દિનદહાડે લૂંટ: 

ધરતીપુત્રો ને નકલી બિયારણો પધરાવતા એગ્રો સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી:

જાહેરજનતા જોગ:

જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી ન કરવા અનુરોધ કરતા નાયબ ખેતી નિયામકશ્રી: 

 રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી: 

બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઇએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી છેતરપીંડીથી બચી શકાય.  

 બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું જોઇએ. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે.

નર્મદા: તા.૧૪,જૂન,૨૦૨૩ ચોમાસું દસ્તક દઈ રહ્યું છે અને નર્મદા ,ભરૂચ, સુરત, તાપી સહિત અનેક જિલ્લાઓમાં ખેડૂતો બિયારણની ખરીદી કરી રહ્યાં છે ત્યારે ડેડીયાપાડા, સાગબારા, સેલંબા, નેત્રંગ, ઉમરપાડા ,કેવડી સહિત અનેક વિસ્તારોમાં નકલી બિયારણ નો રાફડો ફાટ્યો છે તેમજ ઠેર ઠેર લાઇસન્સ વગરના વેપારીઓ ઊભા થઈ ખેડૂતોની દિન દહાડે લુટ ચલાવી રહ્યા છે. જેને કારણે ખેડૂતો ચિંતામાં છે.

 ખેતીવાડી વિભાગ વિસ્તરણ અધિકારીશ્રીની કડક સૂચના સાથે જ ખેડૂતોને જાણવા જોગ સંદેશો પણ માહિતી ખાતાના માધ્યમ થી બહાર પાડ્યો હતો, કે માર્કેટમાં વેચતા 4kg થી 5kg નાં પેકેટો કોઈપણ ખેડૂતોએ ખરીદી કરવી નહિ, પણ તેને પણ કેટલાક એજન્ટો દ્વારા સૌરાષ્ટ્ર થી કપાસ લાવી માર્કેટમાં નકલી બિયારણો સહિત પધરાવી દેવામાં આવે છે.

 ડેડીયાપાડા, સાગબારા, સેલંબા, નેત્રંગ, ઉમરપાડા ,કેવડી સહિત અનેક દુકાનોમાં 4kg – 5kg નાં નામે 1500/- થી 1800/- રૂપિયા પડાવી લેવામાં આવે છે, શું ખરેખર કપાસ નો ભાવ છે?? હાલ પણ ડેડીયાપાડા અને નેત્રંગ સહિતનાં નામચીન દુકાનોમાં સંકેત નામનો કપાસ 2700/- થી 2800/- રૂપિયામાં વેચાઈ રહ્યો હોવાની ખેડૂતોમાં બૂમો પડી રહી છે. ત્યારે જીલ્લા ભરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર એગ્રોની દુકાનો ધમધમી રહે છે, ત્યારે મોટાભાગના એગ્રોમાં ખેડૂતોને નકલી બિયારણ પધરાવવામાં આવી રહ્યા છે. આવા નકલી બિયારણો પધરાવતા એગ્રો સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે. 

ખેડૂતો કણ માંથી મણ ત્યારે જ બનાવી શકે જ્યારે બિયારણમાં બરકત હોય. હવે ખરીફ પાકની મોસમ આવી ગઈ છે, ત્યારે ખેડૂતો મૂંઝવણમાં છે કે નુકસાન ન ખમવું પડે એવું અસલી બિયારણ કેવી રીતે ખરીદવું?

પત્રકાર, સર્જન કુમાર વસાવા નર્મદા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है