ખેતીવાડી

જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા મશરૂમના બિયારણની લેબોરેટરીનું ઉદઘાટન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

જીલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. ડી ડી કાપડિયા દ્વારા મશરૂમના બિયારણની લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 

તાપી જીલ્લા માં મશરૂમ લેડી તરીકે ઓળખતા શ્રીમતી અંજનાબેન ગામીતની મશરૂમના બિયારણ માટેની દ્રષ્ટિ મશરૂમ લેબોરેટરીનું પાનવાડી વ્યારા ખાતે આજ રોજ મા, જીલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. ડી ડી કાપડિયા વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મા. જીલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. ડી ડી કાપડિયાએ જણાવ્યું હતું કે તાપી જીલ્લામાં સૌ પ્રથમ મશરૂમના બિયારણ માટેની લેબોરેટરી એક મહિલા દ્વારા ચાલુ કરવામાં આવી છે જે ખુબ જ પ્રશંસનીય બાબત છે. તેઓ એ જણાવ્યું હતું કે નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરી દ્વારા નેશનલ હોર્ટીકલ્ચર મિશન અંતર્ગત આ યોજનાનો લાભ શ્રીમતી અંજનાબેન ને મળ્યો છે જેમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જીલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલ સખી મંડળો ને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના માર્ગદર્શન હેઠળ તાલીમો પણ આપવામાં આવી રહી છે. જેથી આ સખી મંડળો ને ખુબજ કિફાયતી ભાવે ઉત્તમ ગુણવત્તાયુક્ત બિયારણ અત્રેથી જ મળી રહેશે. તેઓએ શ્રીમતી અંજનાબેન ગામીતને આ કામમા આગળ વધે તેવી શુભેચ્છાઓ  આપી પ્રોત્સાહિત કર્યા હતા,

અંજનાબેનએ કે.વિ.કે. વ્યારા, ખાતે ચાર દિવસની તેમજ રાષ્ટ્રીય વિકાસ યોજના અંતર્ગત એગ્રીકલ્ચર સ્કીલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પુરસ્કૃત ૨૦૦ કલાક ની મશરૂમ ઉત્પાદક’ ની તાલીમમાં ભાગ લીધેલ હતો. તેઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના વૈજ્ઞાનિકશ્રીઓના માર્ગદર્શન હેઠળ મશરૂમની ખેતીની શરૂઆત કરી હતી.

અંજનાબેનએ શરૂઆતમાં મશરૂમની ખેતી માટે વધારાનું રોકાણ કરતા ન હતા, જે સાધનો ઉપલબ્ધ છે તેનો ઉપયોગ મશરૂમની ખેતી કરવાનો નિશ્ચય કર્યો, તેમના ઘરની બાજુમાં પાર્કીંગ માટે શેડ તૈયાર છે. તેમાં બામ્બુની મદદથી રેક બનાવી અને ચારેય બાજુ શેડનેટનો ઉપયોગ કરી કે.વિ.કે. વ્યારાના વૈજ્ઞાનિકશ્રીઓના માર્ગદર્શન હેઠળ મશરૂમ ઉછેર ઘર બનાવ્યું. માધ્યમ તરીકે ડાંગરનું પાળ અને શેરડીનો બગાસ ઉપયોગમાં લીધો. પણ પરાળના ટુકડા કરવા માટે અંજનાબેન પાસે કઈ સાધન ન હોવાથી તેમણે કેવિકે. ના સહયોગથી ચાફ કટર નિર્શન યુનિટનો ઉપયોગ કરેલ છે. શરૂઆતમાં મશરૂમ ઉત્પાદન માટે ઉપયોગી સાધન સામગ્રી જેવી કે મશરૂમનું બિયારણ,પોલીથીન બેગ અને દવાઓ (કાર્બેન્ડાઝીમ અને ફોર્મલીન) કેવિકે દ્વારા આપવામાં આવેલ હતું. કેવિકેના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા વખતો વખત ટેલીફોન દ્વારા અને ફોલો ઓફ વિઝીટ, ડાયનોસ્ટીક વિઝીટ થકી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.

મશરૂમની ખેતી માટે અંજનાબેને શરૂઆતમાં રૂ.૧૧૦૦૦/- જેટલો ખર્ચ કરેલ હતો જેમા ફકત ૨૪ કિલો મશરૂમ બિયારણમાંથી ૧૪૦ કિલો તાજા ઢીંગરી મશરૂમનું ઉત્પાદન મેળવેલ પ્રતિ કિલો ૩,૨૦૦/- પ્રમાણે વેચાણ કરી રૂ,૨૮૦૦૦/- જેટલો આવક શરૂઆતમાં મેળવેલ હતી. કુલ ખર્ચ બાદ કરતાં તેમેને ચોખ્ખો નફો રૂ.૧૭૦૦૦/- ફકત ૨.૫ મહિનામાં પ્રાપ્ત થયેલ હતો. આ પ્રોત્સાહક પરિણામોએ તેમઅને નિયમિત ધોરણે મશરૂમની ખેતી શરૂ કરવા અને મશરૂમ ઉગાડવા માટે પાકું મશરૂમ ધર(૩૦,૨૦) બનાવવા માટે પ્રેરણા આપી. જેમા તેમણે ૩,૧૦૦ લાખ ખર્ચ કરેલ હતો. ત્યાર બાદ તેમણે મશરૂમ બેગોની સંખ્યામાં ઉત્તરોતર વધારૂ કરતા ગયા હતા. હાલમાં તેમની પાસે ૪૦૦ થી પણ વધુ બેગ છે જેમાંથી તેમને સારી એવી આવક મળી રહે છે.

મશરૂમના વેચાણ માટે માંગના આધારે અંજનાબેને ૧૦૦ થી ૨૦૦ ગ્રામનું પેકેટ બનાવી આંગણકારી કાર્યકરો, કરિયાણા દુકાનધારક તેમજ શાકભાજી વેચાણ કરનારાઓની મદદથી વ્યારા શહેરનાં તેમજ આજુબાજુના ગામોમાં વેચાણ કરે છે. ગ્રાહકો ફોન પર પૂછપરછ કરી મશરૂમ ખરીદ કરવા માટે બુકીંગ કરે છે. વધુમાં જાન્યુઆરી ૨૦૧૯ થી કલેકટર કચેરીના ગેટ પાસે સ્ટોલ ગોઠવી તેમણે ઓર્ગેનિક મશરૂમનું વેચાણ શરૂ કરેલ છે. વધુમાં તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ લેબોરેટરીના માધ્યમથી ખુબજ ટુંક સમયમાં ઉત્તમ ગુણવતાનું મશરૂમનું બિયારણ મશરૂમ ઉત્પાદકોને કિફાયતી ભાવે મળી રહેશે.

ઉપરોકત કાર્યક્રમમાં કે.વિ.કે. ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા. ડૉ. સી. ડી. પંડયા, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા, નાયબ ખેતી નિયામક (તાલીમ) શ્રી અશ પટેલ, બાગાયત નિયામક શ્રી ડી. કે. પડાલિયા નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. બ્રિજેશ શાહ તેમજ અન્ય ખાતાના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है