ખેતીવાડી

ખેડૂતોના હિતલક્ષી નિર્ણયો લઇને ધરતીપુત્રો પડખે અડિખમ ઉભા રહેતા મુખ્યમંત્રી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ભૂપેન્દ્રભાઇ પટેલમાં સૌ કોઇને થઇ રહેલી સાલસ, સૌમ્ય અને સરળ વ્યક્તિત્વ સાથે મક્કમ નિર્ણયશક્તિની અનુભુતિ;

ખેડૂતોના હિતલક્ષી નિર્ણયો લઇને ધરતીપુત્રો પડખે અડિખમ ઉભા રહેતા ગુજરાતના મુખ્યમંત્રી: 

વ્યારા-તાપી: રાજ્યના ખેડૂતો અને પશુપાલકોની સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર પ્રતિબધ્ધતાની ધરતીપૂત્રોને પ્રતિતી છે. ગુજરાત સરકારના હૈયે હરહંમેશ ખેડૂતોનું હિત રહ્યુ છે. ખેડૂતોના સુખે સુખી અને ખેડૂતોના દુ:ખે દુ:ખી એવી મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના મૃદુ છતાં મક્કમ ઉર્જાવાન નેતૃત્વ હેઠળની સરકારે ગુજરાતના ખેડૂતોના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે અનેક ખેડૂતહિતલક્ષી નિર્ણયો લીધાં છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં કૃષિ વિભાગે ગત 200 દિવસમાં ખેડૂતો માટે અનેકવિધ પગલાં લીધાં છે. છેલ્લા અઢી દાયકાથી રાજ્યના ખેડૂતોના પરિશ્રમના પ્રસવેદ અને રાજ્ય સરકારની ખેડૂતહિતલક્ષી નીતિઓના સમન્વયના પરિણામે ગુજરાતનો ખેડૂત વર્ષમાં ત્રણવાર પાક લેતો થયો છે. ખેત ઉત્પાદન અને ઉત્પાદકતામાં ધરખમ વધારો જોવા મળ્યો છે.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની નવી ટીમ ગુજરાતે શપથ લીધા એ વખતે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. પળભરનો પણ વિલંબ કર્યા વિના મુખ્યમંત્રીશ્રી ખેડૂતો અને અસરગ્રસ્તોની વહારે ધસી ગયા. ભારે વરસાદથી થયેલા પાક નુકશાન અન્વયે પ્રથમ તબક્કામાં જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ જિલ્લાના ૨૩ તાલુકાઓના ૬૮૨ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે તેમણે કુલ રૂ. ૫૪૭ કરોડનુ માતબર સહાય પેકેજ જાહેર કર્યં હતુ. બીજા તબક્કામાં રાજ્યના અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, પંચમહાલ અને વડોદરા એમ મળી કુલ નવ જિલ્લાના ૩૭ તાલુકાઓના ૧૫૩૦ ગામોના ખેડૂતોને માટે કુલ રૂ. ૫૩૧ કરોડનુ આર્થિક સહાય પેકેજ જાહેર કરવામા આવ્યુ.


દિવસે ને દિવસે પ્રાકૃતિક ખેતીની માંગ અને જરૂરીયાત વધતી જાય છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ, તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે તેમજ ખેતીના ઉત્પાદન ખર્ચમાં ઘડાટો કરી શકે છે. પ્રાકૃતિક ખેતીની આવી જરૂરીયાતને ધ્યાને લઇને જમીન વધુ ફળદ્રુપ બને અને રાસાયણિક ખાતરોથી જમીનને થતા નુકશાનને અટકાવવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. તે માટે વર્ષ 2022-23ના બજેટમાં રૂ.100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ અને માળખાકીય સગવડોના વિકાસ માટે “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરૂ કરવામાં આવી છે. આ માટે રૂ. ૫૦૦ કરોડની આર્થિક જોગવાઇ કરવામાં આવી છે. 
ખેડૂતના હિતને કેન્દ્રસ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ. ૬ હજાર સહાય આપવાની યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત, આજ સુધી ગુજરાતનાં આશરે ૬૧ લાખ જેટલા ખેડૂત ખાતેદારોને તેમના બેન્ક ખાતામાં રૂ. ૧૦ હજાર કરોડ જમા થયા છે. ખેડૂતોને સિંચાઈ, યોગ્ય બિયારણ વગેરે સુવિધા મળે તો ખેડૂતોના બાવડામાં કણમાંથી મણ પેદા કરવાની તાકાત છે. કિસાનોને બિયારણ તથા અન્ય ખેતી કાર્યો માટે ખરીફ પાકના ધિરાણમાં વ્યાજ સહાય આપવામાં આવે છે. ધરતીપૂત્રોને ખરીફ ઉપરાંત રવિ અને ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે સાથે જ પશુપાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવાની નવી યોજના શરૂ કરવામાં આવી છે. જેનાથી બંને ક્ષેત્રોમાં ૮થી ૧૦ હજાર કરોડનું ધિરાણ મેળવી શકાશે.
રાજ્યનાં ખેડૂતોને દેશ દુનિયામાં થતી ખેતી, હવામાન, જરૂરી માર્ગદર્શન આંગળીના ટેરવે મળી રહે તેવા હેતુથી ગુજરાત સરકાર સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય આપે છે. અગાઉ આ યોજના અંતર્ગત ખેડૂતોને રૂ. ૧૫૦૦૦ સુધીની કિંમત પર એક સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય મળવાપાત્ર થતી હતી. જેમાં ખેડૂતને સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના ૧૦% સહાય અથવા રૂ.૧૫૦૦ બેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થતી હતી. સ્માર્ટફોન માટે સહાયના ધોરણોમાં સુધારો કરીને હવે ખેડૂતોને રૂ. ૧૫૦૦૦ સુધીની કિંમતના એક સ્માર્ટ ફોનની ખરીદી પર ખરીદ કિંમતના ૪૦ ટકા સહાય અથવા રૂ. ૬૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે સહાય ચુકવવામાં આવશે. રાજ્યનાં ૧ લાખ ખેડૂતોને સ્માર્ટ ફોન વસાવવા માટે વિશેષ સહાય અંગે યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ આઇ-ખેડૂત પોર્ટલ પર ખેડૂતો ઓનલાઇન અરજીઓ ઘર બેઠા કરી શકે છે.

ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા સરકાર દ્વારા રૂ. ૮ હજાર ૩૦૦ કરોડ જેવી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવાનો સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમજ રાજ્યના ધરતીપુત્રોના માંગણી અનુસારના પેન્ડીંગ વીજ કનેક્શનો સત્વરે પૂરા પાડવાના મક્કમ નિર્ધાર સાથે રૂ. ૧૦૪૬ કરોડની માતબર રકમની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે લાઈટ અને રાત્રે આરામ મળી રહે તેમજ હિંસક પ્રાણીઓનો ડર ન રહે તે માટે ખેડૂતોને રાત્રીના બદલે દિવસે ખેતી માટે વિજળી પૂરી પાડતી કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે ઉપકારક બની રહી છે. આ કિસાન સૂર્યોદય યોજના માટે રાજ્ય સરકારે વર્ષ 2022-23ના બજેટમાં રૂપિયા ૧૪૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. ખેડૂતો ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થયા છે, ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે માટે વિષેશ અંદાજપત્રીય જોગવાઈ કરવામાં આવી છે. ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી ઉત્પાદન વધે અને કૃષિ ઇનપુટ ખર્ચ ઘટે, તે માટે નવતર અભિગમ અમલમાં મુકવા માટે બજેટમાં રૂ. ૩૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ખેડૂતોને પોષણક્ષણ ભાવો મળી રહે તે માટે સરકારે હરહંમેશ ચિંતા કરી છે. આ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવો અપાવવા કટિબદ્ધતા દાખવી હતી. જેના પરિણામે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ચાર લાખ પાસઠ હજાર મેટ્રિક ટન ચણાનો જથ્થો ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદવા મંજુરી આપી છે. ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચણાની ટેકાના ભાવે ખરીદી માટે ૩.૩૮ લાખ ખેડૂતો દ્વારા નોંધણી કરાવવામાં આવી છે અને ૧૮૭ કેંદ્રોપરથી ખરીદી શરુ કરવામાં આવી છે. આ કેંદ્રો પરથી તા.૨૮-૩-૨૨ સુધીમાં ૬૯૪૧૯ ખેડૂતો પાસેથી રૂ.૭૨૨ કરોડ ૨૬ લાખના મૂલ્યનો ૧ લાખ ૩૮ હજાર મે.ટન જથ્થો ખરીદ કરવામાં આવ્યો છે. ખરીફ-૨૦૨૧માં ફેબ્રુઆરી-2022 અંતિત ૫૦,૦૬૧ ખેડૂતો પાસેથી રૂ. ૫૨૮.૧૭ કરોડના મૂલ્યની કુલ ૯૫૩૩૧.૮૨ મે.ટન મગફળી તથા અન્ય કઠોળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી મેક ઈન ઈન્ડિયા અને લોકલ ફોર વોકલને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યાં છે ત્યારે આ દિશામાં મક્કમતાથી આગળ વધતી ગુજરાત સરકારે “મેક ઈન ઈન્ડીયા” અને “વોકલ ફોર લોકલ”ના મીશનને બળ આપવા ટ્રેક્ટરના સ્થાને ઉપયોગી થાય તેવા “સનેડો”-કૃષિ સાધનની ખરીદીમાં અંદાજિત ૪૦૦૦ ખેડૂતોને રૂ. ૨૫,૦૦૦ સુધીની સહાય આપવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. આ માટે રૂ. ૧૦ કરોડની આર્થિક જોગવાઈ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है