ખેતીવાડી

કિસાન સન્માનનિધિ યોજનાના તમામ લાભાર્થીઓએ “આધાર e-KYC” અને “આધાર સીડિંગ” કરાવવું ફરજીયાત:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

પી.એમ. કિસાન સન્માનનિધિ યોજનાના તમામ લાભાર્થીઓએ “આધાર e-KYC” અને “આધાર સીડિંગ” કરાવવું ફરજીયાત;

તા. ૩૧ મી ડિસેમ્બર- ૨૦૨૨ સુધીમાં લાભાર્થી ખેડૂતોનું “e-KYC” પુર્ણ થયેલ હોવું જરૂરી:

             ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯થી દેશના તમામ ખેડુતોને વાર્ષિક રૂ.૬૦૦૦/- (દર ચાર મહિને રૂ.૨૦૦૦/-)ની આર્થિક સહાય પી.એમ.કિસાન સન્માનનિધિ યોજના દ્વારા આપવામાં આવે છે. આ માટે તા.૦૧/૦૨/૨૦૧૯ ની સ્થિતિએ જે ખેડુત ખાતેદાર હોય તેને આ યોજના માટે લાયક ઠેરવવામાં આવેલ છે.

         હાલમાં ખેડુતોને અપાતી આ રકમ સમયસર મળી રહે છે. જેતે ખેડુતને જ મળે તે ખરાઇ કરવા ના હેતુથી અને આ ચુકવણાની તમામ પધ્ધતિઓ આધાર બેઝ્ડ થાય તેવા ઉમદા હેતુથી ભારત સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેતા તમામ લાભાર્થીઓનું “આધાર e-KYC” અને “આધાર સીડિંગ” કરાવવું ફરજીયાત છે. આ કામગીરીને પુર્ણ કરવાની આખરી તારીખ કેન્દ્ર સરકાર દ્વારા તા.૩૧/૧૨/૨૦૨૨ નક્કી કરવામાં આવી છે. તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં જે ખેડૂતોનું “e-KYC” પુર્ણ થયેલ ન હોય તેવા ખેડૂતોને યોજના હેઠળના હવે પછીના લાભ મળવાપાત્ર રહેશે નહિં. આથી, જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટ આધાર સાથે સીડીંગ કરવામાં આવેલ ન હોય તે તમામ લાભાર્થીઓનું “આધાર સીડીંગ” થાય તે માટે પી.એમ. કિસાન સન્માનનિધિ યોજનાના લાભાર્થીએ પોતાનું એક્ટીવ બેંક ખાતા સાથે જે તે બેંકમાં રૂબરૂ જઈ અને આધાર સિડિંગ/આધાર લિંક કરાવવુ અનિવાર્ય છે. આ અંગેની વધુ વિગતો માટે જે તે ગામના ગ્રામસેવકશ્રી/વી.સી.ઈશ્રી/CSC કેન્દ્રના પ્રતિનિધિશ્રીનો સંપર્ક કરવા માટે જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી- નર્મદા દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.      

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है