શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
ફૂડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગકારો માટે સુવર્ણતક :
લોન સહાય યોજના :
ગુજરાત અત્યારે રોકાણકારો માટે પહેલી પસંદગી બની છે. ગુજરાતમાં રોકાણ માટે સહાયક માળખાકીય સુવિધાઓ, સાહસિક કૃષિ સમુદાય અને ટ્રેન, હાઇવે અને બંદરોની સરળ ઉપલબ્ધતાને કારણે વધુને વધુ રોકાણકારો ગુજરાતને પ્રાધાન્ય આપી રહ્યાં છે. ગુજરાતના ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ આવી રહ્યું છે. ગુજરાત દેશમાં જીરું અને વરિયાળીના ઉત્પાદનનું ટોચનું ઉત્પાદક છે.
ગુજરાતમાં રહેલી રોકાણ માટેની વિપુલ તકો અને કંપનીના રાજ્ય સાથેના જોડાણ અંગે સમજાવતા ફૂડ્સ એન્ડ ઇન્સ લિ.ના એમડી મિલન દલાલે જણાવ્યું હતું કે, ગુજરાત સબસિડી, પ્રોત્સાહનો તેમજ વળતરની દૃષ્ટિએ શ્રેષ્ઠ તકો પૂરી પાડે છે.
પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફુડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ સ્કીમ હેઠળ ફુડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા માટે રૂ।.૧૦ લાખ સુધીની સબસિડી મળે શકે છે,
સુરતઃ ભારત સરકારની ફૂડ મિનીસ્ટ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજના (PMFME સ્કીમ) અમલમાં છે. આ યોજના હેઠળ કોઈ પણ ઉદ્યોગના મુલ્યવર્ધન અથવા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ શરૂ કરી શકે છે. નાના ફુડ પ્રોસેસિંગ એકમો જેવા કે, અથાણું, પાપડ, ખાખરા, ફળના જ્યુસ, ચિપ્સ, કેન્ડીના વ્યવસાયમાં ફળ-શાકભાજીનો બગાડ અટકાવીને ખેડુતોને વધારે પોષણક્ષમ ભાવો મળી શકે છે.
યોજના અંતર્ગત ફુડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા માટે નાના ઉદ્યોગકારોને બેંકમાંથી કોઈ પણ કોઈ લેટર (ગેરંટી)વગર રૂ.એક કરોડ સુધીની લોન મળી શકે છે. મંજુર થયેલ પ્રોજેક્ટ કિમતની ૩૫% સબસિડી મહત્તમ રૂ.૧૦ લાખની મર્યાદામાં મળી શકે છે. સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરી સુરત જિલ્લા કક્ષાએ નિયુક્ત પરીક્ષિતભાઈ પી.ચૌધરી (બાગાયત અધિકારી) મો.નં.૭૬૫૪૮ ૪૮૫૭૬ તથા કેયુર પટેલ ડી.આર.પી. (વિષયતજજ્ઞ) મો.નં.૯૬૩૮૬ ૦૪૮૬૦ નો સંપર્ક સાધી શકાય છે. પ્રોજેક્ટ બનાવવાથી માંડી ઓનલાઈન રજુ કરવા સુધી દરેક રીતે ડી.આર.પી, મદદરૂપ થશે.
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બાગાયત ભવન, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ, સુરત ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી ટેલિફોનિક કે રૂબરૂ સંપર્ક સાધી શકાય છે.
પત્રકાર : ફતેહ બેલીમ , સુરત