ક્રાઈમ

સાદળમાળ ગામનો ગુમ થયેલ યુવક બીલીમોરા ખાતેથી વઘઈ પોલીસે શોધી કાઢ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સાદળમાળ ગામનો ગુમ થયેલ યુવક બીલીમોરા ખાતેથી વઘઈ પોલીસે શોધી કાઢ્યો:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગુમ અને અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી પરિવાર સાથે મિલન કરાવવાના હેતુથી ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત વઘઈ પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ તથા પોલીસ અધિક્ષક પૂજા યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જે.પી. નલવાયા સાહેબની દેખરેખમાં વઘઈ પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગુમ થયેલા વિનોદભાઈ ધનજીભાઈ ટોપલેને બીલીમોરાથી હેમખેમ શોધી કાઢ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાદળમાળ ગામના વિનોદભાઈ ટોપલે ગુમ થતાં વઘઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સતત ટેક્નિકલ વિશ્લેષણ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસ ટીમ બીલીમોરા પહોંચી હતી, જ્યાંથી તેમને શોધી કાઢવામાં આવ્યા હતા.

પૂછપરછમાં ખુલ્યું હતું કે વિનોદભાઈ તા.૨૬/૦૯/૨૦૨૬ના રોજ પોતાની મરજીથી પરિવારજનોને જાણ કર્યા વગર બીલીમોરા ખાતે ગયા હતા અને ત્યાં માછીમારીની બોટમાં મજૂરી કામ કરતા હતા. મોબાઇલ ફોન ન હોવાથી પરિવારજનો સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. વધુમાં, તેમનું કોઈ અપહરણ થયું ન હોવાનું પણ સામે આવ્યું હતું.

આમ, વઘઈ પોલીસની સતર્કતા, સઘન તપાસ અને ટેક્નિકલ કુશળતાના પરિણામે ગુમ થયેલા યુવકને સુરક્ષિત શોધી કાઢવામાં સફળતા મળી છે. ‘ઓપરેશન મિલાપ’ હેઠળ પોલીસની આ કામગીરી ડાંગ જિલ્લા પોલીસની કાર્યદક્ષતા અને જનસુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ બની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है