ક્રાઈમ

ભારતીય બનાવટના વિદેશી દારૂ. સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ LCB:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની ગલીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ. સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી:

મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિદેશકશ્રી ગુ.રા. રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા આગામી તહેવારોને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પ્રોહી/જુગારની સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવેલ જે ડ્રાઈવ અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ દ્વારા ડ્રાઈવ દરમ્યાન અસરકારક કામગીરી કરી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાનાઓની માર્ગદર્શન મુજબ ઉપરોક્ત ડ્રાઈવ તથા આગામી તહેવારો અનુંસંધાને જીલ્લામાં કાયદો અને વ્યસ્થા જળવાય રહે તે હેતુથી ભરૂચ એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ ઉપર ઠાકોર રેસ્ટોરન્ટની પાછળ ગલીમાં પ્રોહી સફળ રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ, એક્ટીવા સહીત કુલ મુદામાલ કિં.રૂ.૫૫,૮૦૦/- સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી. પ્રતિકભાઈ બીપીનચંદ્ર કાયસ્થ રહે. ફાટાતળાવ વૈરાગીવાળ ભરૂચ

પકડાયેલ મુદ્દામાલ- (૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ/ બિયર ટીન નંગ-૧૭૧ કિ.રૂ.૩૦,૩૦૦/- (૨) મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- (૩) એક્ટીવા કિ.રૂ.૨૫,૦૦૦/- કુલ મુદામાલ કિં. રૂ.૫૫,૮૦૦/

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ. પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ, હે.કોન્સ ઈરફાનભાઈ, જયેન્દ્રભાઈ , સંજયદાન , તથા પો.કો.કિશોરસિંહ, ફિરોજભાઈ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है