રમત-ગમત, મનોરંજન

૩૬મી નેશનલ ગેઈમ્સના આયોજન અર્થે ગૃહ અને રમતગમત રાજયમંત્રીશ્રી ની રાજયભરના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ: 

શ્રોત: ગ્રામિણ  ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ 

૩૬મી નેશનલ ગેઈમ્સના આયોજન અર્થે ગૃહ અને રમતગમત રાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંધવીના અધ્યક્ષસ્થાને રાજયભરના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ: 

રાજયના ગૃહ અને રમતગમત રાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંધવીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતેથી ગુજરાત રાજયમાં ૩૬મી નેશનલ ગેઈમ્સના આયોજન અર્થે રાજયભરના કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.
આ અવસરે ગૃહરાજયંત્રીશ્રીએ રાજયમાં યોજાઈ રહેલી નેશનલ ગેઈમ્સમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના યુવાનો, રમતવીરો ઉત્સાહભેર જોડાઈ તે માટે રાજયભરના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
આ બેઠકમાં પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિપાની, સુરત જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, રાજયના મ્યુ.કમિશનરશ્રીઓ જિલ્લા કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, પોલીસ અધિકારીઓ, વિવિધ એસોસિયેશનોના પ્રતિનિધિશ્રીઓ, કમિટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है