શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
શ્રી પ્રતાપ હાઇસ્કૂલમાં ભણતી બે વિદ્યાર્થીની ઓને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા વાંસદા નગરમાં તંત્ર ઍલર્ટ થઈ ગયું છે.
વાંસદા : શ્રી પ્રતાપ હાઇસ્કૂલ ના આચાર્ય મહેન્દ્ર પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે સાવચેતીના પગલાના ભાગરૂપે જે કઈ ગાઇડલાઇન છે. તે પ્રમાણે જે વર્ગમાં ભણતી બે વિદ્યાર્થીની ઓ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે રૂમ ખાલી કરી સેનેટાઇઝ કરી બીજા વિદ્યાર્થીઓને વર્ગબદલીને સુરક્ષિત રીતે એમની પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. હાલ પોઝિટિવ રિપોર્ટ આવેલ વિદ્યાર્થીની ઓ ને હોમ કોરોનટાઇન કરવામાં આવેલ છે. અને તેમની પરિક્ષા પછીથી લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. હાઈસ્કુલના આચાર્ય મહેન્દ્ર પરમારે સાવચેતીના ભાગરૂપે બન્ને વર્ગોના વિદ્યાર્થીઓને કોરોના ના ટેસ્ટ કરાવ્યા હતા.
કોટેજ હોસ્પીટલ વાંસદાના ડોક્ટરે જણાવ્યું કે બપોરના સમયની ઓપીડીમાં શૈલેષભાઈ ચૌધરીને કોરોના ટેસ્ટમાં એમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમની બે દિકરીઓને પણ ટેસ્ટ કરાવત એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પરંતુ એમની પત્નીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
હાઈસ્કૂલના ૫૪ જેટલા વિદ્યાર્થીના ટેસ્ટ સાથે ૨ શિક્ષકના પણ ટેસ્ટ કરવામાં આવ્યા તેમનો બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સાથે કોટેજ હોસ્પિટલના ડોક્ટરે સાવચેતી રાખવી ગભરાવાની જરૂર નથી. અને કોવિડ વેક્સીન બાબતે પણ માહિતી આપી હતી.