રમત-ગમત, મનોરંજન

તાપી જિલ્લામાં વિવિધ કલાક્ષેત્રના કલાકારોને રમત ગમત વિભાગ દ્વારા ઓળખપત્ર અપાશે: 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત 

તાપી જિલ્લામાં વિવિધ કલાક્ષેત્રના કલાકારોને રમત ગમત વિભાગ દ્વારા ઓળખપત્ર અપાશે: 

તાપી: રમત ગમત વિભાગ દ્વારા જે કલાકારો નાટક, નૃત્ય, ગાયન, વાદન વગેરે પૈકી લાગુ પડતા ક્ષેત્રે ઓળખ ધરાવતા તાપી જિલ્લાના કલાકારો કે જે કલાકાર દુરદર્શન, આકાશવાણીની પેનલ પર પાંચ વર્ષથી સક્રિય હોય અથવા રાજ્ય સરકારનાં કાર્યક્રમો સાથે પાંચ વર્ષથી સંકળાયેલા હોય અને તે અંગેનાં પુરાવા રજુ કરશે તેવા કલાકારોને ઓળખપત્ર મળવાપાત્ર રહેશે. ઓળખપત્ર અંગે નિયત કરેલ માપદંડ મુજબ સમય મર્યાદા અંગે પાત્રતા ધરાવતા ન હોય પરંતુ કલાકાર તરીકે પ્રસ્થાપિત કરતા આધાર રજુ કરેલ હશે તેવા કલાકારોને કામચલાઉ ધોરણે બે વર્ષની મુદત માટે ઓળખપત્ર આપવામાં આવશે. બે વર્ષની મુદત પૂર્ણ થયેથી નિયમ અનુસાર સમય મર્યાદા (પાંચ વર્ષનું નોંધપાત્ર પ્રદાન)ની પાત્રતા ધરાવતા હોય અને કલાકાર દ્વારા પુનઃ રજૂઆત કરવામાં આવ્યેથી જુનું મુદતી ઓળખપત્ર જમા લઇ નવું ઓળખપત્ર આપવામાં આવશે.મુદતી ઓળખપત્ર મેળવનારને કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટની કલ્યાણકારી યોજના હેઠળ લાભ મળી શકશે નહિ જેની નોંધ લેવી.

              કલાકાર કલ્યાણનિધિની વહીવટી સમિતિએ નક્કી કર્યા અનુસાર કલાકારની વ્યાખ્યામાં આવતા કલાકારો કે જે સંગીત નૃત્ય, નાટ્ય, કઠપુતળી, છબીકલા, લોકકલા, ચિત્રકલા, શિલ્પ ગ્રાફિક્સ તેમજ લોકશૈલીની પારંપારિક અને વારસાગત કલાક્ષેત્રે કામ કરતા કલાકારો કે જેઓનું કોઈ ક્ષેત્રે કે એકથી વધારે ક્ષેત્રે ઓછામાં ઓછું પાંચ વર્ષ નોંધપાત્ર પ્રદાન કર્યુ હોય તેવા કલાકારોને તથા માન્ય કલા સંસ્થા જે પાંચ કે તેથી વધુ વર્ષ થી કાર્યરત હોય તેવી સંસ્થાના વધુમાં વધુ ત્રણ હોદ્દેદારોને સંસ્થાએ નોંધણીનાં દાખલાની નકલ પ્રમુખ-ઉપપ્રમુખ મંત્રી વિ.હોદ્દેદારો વધારેમાં વધારે ત્રણ)ની વિગતો મોકલવાની રહેશે.  

કમિશ્રર કચેરી અકાદમી દ્વારા આયોજિત વિવિધ મહોત્સવ સ્પર્ધામાં ભાગ લીધો હોય, લલિતકલા અકાદમી હસ્તક વન મેન શો/ ગ્રુપ શો માં ભાગ લીધેલ હોય તેવા કલાકારોને પણ બે વર્ષની મુદત માટે ઓળખપત્ર આપવામાં આવશે. ઓળખપત્ર આપવા અંગે કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં અધ્યક્ષપદે સભ્ય સચિવશ્રી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને સચિવશ્રી લલિતકલા અકાદમીની બનેલ સમિતિનો નિર્ણય આખરી રહેશે. આ માટે કલાકારે તાજેતરનાં પાસપોર્ટ સાઈઝનાં બે ફોટોગ્રાફ આપવાના રહેશે તથા ફોટો પાછળ નામ લખવાનું રહેશે. જન્મ તારીખ બાબતે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. કલાકારે પોતાના બાયોડેટાની અને જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અલગથી બીડવાની રહેશે કલાકારો માટેનાં ઓળખપત્રનું અરજી ફોર્મ અત્રેની કચેરી પરથી મેળવવાનું રહેશે.

             જે અંતર્ગત ઓળખપત્ર માટેનાં અરજી પત્રક (ફોર્મ) પેટે રૂ.૧૦– આપવાનાં રહેશે. ફોર્મ ભરીની અત્રેની જિલ્લા યુવા વિકાસ અધિકારીની, કચેરી, જિલ્લા સેવા સદન પાનવાડી બ્લોક નં,૬ પ્રથમ માળ, વ્યારા જિ.તાપી ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ભરી પરત કરવાનું રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है